HomeGujaratમોરબીમાં પ્રતિબંધિત ચાઇનીઝ ફીરકીના જથ્થા સાથે એક શખ્સ પકડાયો

મોરબીમાં પ્રતિબંધિત ચાઇનીઝ ફીરકીના જથ્થા સાથે એક શખ્સ પકડાયો

મોરબીમાં ચાઇનીઝ ફીરકી અને તુક્કલના ઉપયોગ કરવા પર જીલ્લા કલેકટર દ્વારા પ્રતિબંધ ફરમાવેલ જે અનુસંધાને પોલીસ અલગ-અલગ સ્ટોલ પર ચેકિંગ કામગીરી કરવામાં આવી રહી છે. તે દરમિયાન મળેલ બાતમીના આધારે પોલીસે ત્રાજપર નજીક ઓરીયન્ટલ બેકવાળી શેરીમાં ચાઇનીઝ ફીકરી સાથે અજયભાઈ મનસુખભાઈ વરાણીયા નામના શખ્સને પોલીસે પકડી પાડ્યો હતો. તે શખ્સ પાસેથી મળેલ 15 ફીરકી કુલ રુ.- 3000નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. આ બનાવ અંગે મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે તે શખ્સ વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW