મોરબીમાં આજ રોજ ઓમ વી વી એમ કોલેજ મોરબી ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2025ની ઉજવણીના ભાગરૂપે આરટીઓ મોરબી કચેરી તથા જિલ્લા ટ્રાફિક પોલીસ શાખાના અધિકારીઓ દ્વારા આશરે 200થી વધુ યુવા વિદ્યાર્થીઓને માર્ગ સલામતી બાબતે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તેમજ સરકારની વિવિધ યોજનાઓ જેવી કે હિટ એન્ડ રન સહાય યોજના અને ગુડ સમરીતન યોજના વગેરે જેવી બાબતોની માહિતી આપવામાં આવેલ સદર કાર્યક્રમમાં આરટીઓ મોરબી તરફથી આરટીઓ ઇન્સ્પેક્ટરએ આર સૈયદ તથા આર કે રાવલ તેમજ જિલ્લા ટ્રાફિક પોલીસ તરફથી પીએસઆઇ હાજર રહ્યા હતા.


