શ્રી કડવા પાટીદાર સમસ્ત ભોરણીયા પરિવાર દ્વારા આગામી તા.- 05/01/2025ના રવિવારના રોજ નેકનામ ગામે આવેલ પટેલ સમાજ વાડી ખાતે પ્રથમ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પારિવારિક સ્નેહ મિલનમાં દીપ પ્રાગટ્ય, શાબ્દિક સ્વાગત, તેજસ્વી તારલાઓનું સન્માન, પ્રાસંગીક ઉદ્બોધન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. આ સ્નેહ મિલનમાં સાંજે 4:30 રાસ ગરબા જે બાદ મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. બાદમાં સાંજે રાત્રે 8 કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જેમાં સહ પરિવારને પધારવા આમંત્રણ પાઠવામાં આવ્યું છે.

