HomeGujaratબગસરા ગામે પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાન બનાવતાઓને નળતર રૂપ વાયર અને પોલની...

બગસરા ગામે પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાન બનાવતાઓને નળતર રૂપ વાયર અને પોલની કામગીરી માટે રજુઆત

આજ રોજ માળીયાના બગસરા ગામ પંચાયત દ્વારા પી. જી. વી. સી. એલ કચેરી પીપળીયા ચાર રસ્તા પેટા વિભાગમાં ગામમાં મંજુર થયેલા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સહાયના મકાનના લાભાર્થીઓને તેમની માલીકીની જમીનમાં મકાનનું કામ ચાલુ હોય અને ફળીયા વચ્ચે નિકળતા તાર વાયર અને નવા પોલ માટે લાભાર્થીઓ અનેક લેખીત રજુઆત કરી હતી અને ઓફિસના સ્ટાફ દ્વારા પૈસા અને ફી ભરો તેવી મોખીક કહેતા હોય છે અને ગામના લાભાર્થીઓને ધરમના ધક્કા અને કોઈ ઓફીસમાં જવાબ દેતા નથી તેવી વાત કરતા આજે ફરીવાર ગામ પંચાયત દ્વારા અગાઉ અનેક લેખિત રજૂઆત કરવામાં આવી હતી.

તેમજ સર્વે પણ કરવામાં આવ્યો હતો, તે મુજબ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે કે, આવા નાના અને ગરીબ માણસોને કોઈ ફી કે પૈસામાં માફી આપવા અને તેમને મકાન માં નળતર રૂપ વાયર અને બીજી જગ્યાએ જતા નવા પોલ માટે લાભાર્થીને વિનામુલ્યે કામગીરી કરવા માટે આજ રોજ ગામ પંચાયત દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW