HomeGujaratમોરબીમાં વ્યાજખોરોના રૂપિયા ન ભરી શકતા આધેડને જાનથી મારી નાખવાની ધમકી

મોરબીમાં વ્યાજખોરોના રૂપિયા ન ભરી શકતા આધેડને જાનથી મારી નાખવાની ધમકી

મોરબીના મકનસર ગામે ગોકુલનગરમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા રસિકભાઈ રતિલાલ ચાવડા ઉ.49 નામના યુવાને આરોપી અર્જુન ઉર્ફે અજુ રાઘવભાઈ ગમારા, જગદીશ ઉર્ફે બલી નાજાભાઈ વરુ અને ચંદુભાઈ નાથાભાઇ વરૂ રહે.વાંકાનેર વાળાઓ પાસેથી પાંચ પાંચ લાખ પાંચ ટકા વ્યાજે લીધા હતા. આ ઉપરાંત નવા મકનસર ગામે રહેતા બિપિન જમેલભાઈ ધામેચા પાસેથી 14 લાખ રૂપિયા ત્રણ ટકા વ્યાજે લીધા હતા. બાદમાં છેલ્લા બે મહિનાથી આરોપીઓને સમયસર વ્યાજ કે મુદલ નહિ ચૂકવી શકતા આરોપીઓએ બળજબરીથી ફરિયાદી પાસેથી ચેક પડાવી લઈ જાનથી મારી નાખવા ધમકી આપી હતી. આ મામલે રસિકભાઈએ ચારેય આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW