મોરબીના ઉચી માંડલ ગામ નજીક આવેલ લક્ષ્ય સિરામીક કારખાનામાં ગઈકાલના રોજ રૂહીબેન બુધાસિંગ ઉ.વ.-01એ સિરામિક કારખાનાની ગટરમાં કોઇ કારણસર પડી જતા પ્રથમ સારવાર માટે ખાનગી હોસ્પીટલમાં અને જે બાદ વધુ સારવાર અર્થે સરકારી હોસ્પીટલમાં ખસેડી ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કરી હતી. આ મામલે મોરબી તાલુકા પોલીસને જાણ થતા તેના મુત્યુ અંગે નોધ કરી છે.


