HomeGujaratમોરબીના શ્રધ્ધા પાર્કમાં બંધ પડેલ પડતર મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો મળ્યો

મોરબીના શ્રધ્ધા પાર્કમાં બંધ પડેલ પડતર મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો મળ્યો

મોરબીના નવલખી રોડ પર આવેલ શ્રધ્ધા પાર્ક સોસયટીમાં બાતમીના આધારે એલસીબી ટીમે રેડ મારતા ત્યાં શેરી નં-4માં રહેતો આરોપી અંકિત અરૂણભાઇ રાઠોડના રહેણાંક મકાન પાસે આવેલ બંધ પડતર મકાનમાં આરોપીએ છુપાવેલ વિદેશી દારૂનો જથ્થો પકડાયો, ત્યાંથી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ 734 બોટલો રૂ.- 1,55,608નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. જોકે રેડ દરમિયાન આરોપી હાજર ન મળતા પોલીસે તેને ફરાર બતાવી તેના વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW