મોરબી જીલ્લાના માળીયા તાલુકાના રણ વિસ્તારો અને હળવદ તાલુકાના રણ વિસ્તારોમાં મીઠું પકવતા તેમજ મીઠાની સીઝન દરમિયાન કાળી મજૂરી કરીને મીઠું પકવતા અગરીયા ભાઈઓ બહેનો બાળકોના આરોગ્ય માટે અગરીયા હિતરક્ષક મંચના મોરબી જીલ્લા કોડીનેટર મારૂત સિંહ બી બારૈયા અને મોરબી જીલ્લાના આરોગ્ય અધિકારી તેમજ માળીયા તાલુકાના તાલુકા હેલ્થ ઓફિસર બાવરવા અને મોબાઈલ હેલ્થ વાનના એમ ઓ ડોક્ટર નિમેષભાઈ, એમ પી ડબલ્યુ કમલેશભાઈ તેમજ હળવદ તાલુકાનાના તાલુકા હેલ્થ ઓફિસર ચિંતન ભાઈ તેમજ મોબાઈલ હેલ્થ વાનના એમ ઓ ડોક્ટર જીનેષભાઈ, એમ પી ડબલ્યુ વિપુલ ભાઈ જોષી સાથે મળીનેને અગરીયા ભાઈઓ બહેનો બાળકોના આરોગ્ય માટે મોબાઈલ હેલ્થ વાનનો ના જુદા-જુદા રણ વિસ્તારો મુજબ રુટ પ્લાનો તૈયાર કરીને માળીયા તાલુકાના રણ વિસ્તારો અને હળવદ તાલુકાના રણ વિસ્તારોમાં અગરીયા ભાઈઓ બહેનો બાળકોના આરોગ્ય માટે મોબાઈલ હેલ્થ વાનનો શરૂ કરવામાં આવી તેમજ અગરીયા ભાઈઓને આરોગ્યની મફત સુવિધા મળે તે માટે સર્વ રોગનીદાન કેમ્પો કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે.

