દક્ષિણ કોરિયામાં રવિવારે ભલભલાના કાળજુ કંપાવે તેવી દુર્ઘટના બની હતી દક્ષિણ કોરિયાના મુઆન ઇન્ટર નેશનલ એરપોર્ટ પર રન વે પર લેન્ડ કરી રહેલ વિમાનનું ક્રેશ લેન્ડીંગ થતા પ્લેનમાં સવાર 181 લોકો પૈકી 120 લોકોના મોત નીપજ્યા હતા જોકે બાકીના 59 મુસાફરોની સ્થિતિ વિશે કોઈ માહિતી સામે આવી નથી. રાહત બચાવની ટીમ દ્વારા 2 લોકોને બચાવી લેવાયા હતા
મળતી માહિતી મુજબ બેંગકોકથી સાઉથ કોરિયા આવી રહેલી જેજુ એરની ફ્લાઈટ દક્ષિણ કોરિયાના મુઆન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ક્રેશ થઈ હતી. સ્થાનિક ન્યૂઝ સમાચાર એજન્સીના રીપોર્ટ અનુસાર, આ અકસ્માતમાં 181 લોકોમાંથી 120 લોકોનાં મૃતદેહ મળી આવ્યા છે. 2 લોકોને જીવતા બચાવી લેવામાં આવ્યા છે, આ સિવાય 59 અન્ય મુસાફરોની કોઈ માહિતી સામે આવી શકી નથી. એરપોર્ટ પર ઊતરતી વખતે પ્લેનના લેન્ડિંગ ગિયરમાં ખામી સર્જાઈ હતી. જેના કારણે પ્લેનને લેન્ડિંગ ગિયર વગર લેન્ડ કરવું પડ્યું હતું.
લેન્ડિંગ બાદ પ્લેન રનવે પર લપસી ગયું અને એરપોર્ટની દીવાલ સાથે અથડાયું અને ક્રેશ થયું. એજન્સી અનુસાર પ્લેનમાં 6 ક્રૂ મેમ્બર અને 175 પેસેન્જર સવાર હતા. સાઉથ-વેસ્ટ કોસ્ટલ એરપોર્ટ પર ભારતીય સમય મુજબ સવારે 5:37 વાગ્યે (સ્થાનિક સમય મુજબ 9:07 વાગ્યે) પ્લેન ક્રેશ થયું હતું, જે દક્ષિણ કોરિયાના સાઉથ જેઓલામાં છે. અહેવાલો અનુસાર, એરપોર્ટ પર તમામ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે
જેજુ એરલાઈન્સનું જે પ્લેન ક્રેશ થયું તે અમેરિકન કંપની બોઈંગનું 737-800 પ્લેન હતું. વિમાને બે વખત એરપોર્ટ પર લેન્ડ કરવાની કોશિશ કરી. પહેલી કોશિશમાં લેન્ડિંગ ગિયર ન ખુલવાને કારણે પ્લેન લેન્ડ થઈ શક્યું ન હતું. આ પછી વિમાને એરપોર્ટના ચક્કર લગાવ્યા.
બીજી વખત પાયલોટે લેન્ડિંગ ગિયર વગર પ્લેનને લેન્ડ કર્યું. ઘણા મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દાવો કરવામાં આવી રહ્યો છે કે કોઈ પક્ષી પ્લેનની વિંગ સાથે અથડાયું હતું. જેના કારણે લેન્ડિંગ ગિયર બગડી ગયું અને લેન્ડિંગ વખતે ખુલી શક્યું નહીં.

