HomeGujaratમોરબી જિલ્લામાં આકસ્મિક આત્મઘાતના બનેલ બનાવમાં ત્રણના મોત

મોરબી જિલ્લામાં આકસ્મિક આત્મઘાતના બનેલ બનાવમાં ત્રણના મોત

(1) મોરબીના શનાળા રોડ ઉપર આવેલ GIDC નજીક નવા બની રહેલા બિલ્ડીંગમાં ગત તા.22ના રોજ વિષ્ણુભાઈ વિશ્વકર્માનો પુત્ર દીપેશ ઉ.વ.-03 રમતા રમતા બીજા માળેથી સીડી ઉપરથી નીચે પટકાતા ગંભીર ઇજાઓ થતા ખાનગી હોસ્પિટલમાં ખસેડી ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ મામલે સીટી એ-ડિવિઝન પોલીસે તેના મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

(2) મોરબી તાલુકાના રફાળેશ્વર જીઆઇડીસી સામે આવેલ ઈટના ભઠ્ઠામાં કામ કરતી વખતે દીપકભાઈ ખોડાભાઈ સંચાણિયા ઉ.વ.50 નામના શ્રમિકનો પગ ડીસીમાં આવી જતા આખો પગ ક્રશ થઈ જતા દીપકભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.

(3) વાંકાનેર તાલુકાના લાલપર ગામે હસનભાઈ જલાલભાઈ શેરસિયાના પ્લોટમાં એમપીના વતની ભારતભાઈ દિલીપભાઈ ભુરિયા અને ગોલુભાઈ પ્રતાપભાઈ ડાભી પીલર ભરવા માટેનું પાંજરું દીવાલ ઉપર બેસી ફિટ કરતા હતા. ત્યારે ઉપર ધ્યાન ન રહેતા આ પાંજરું વીજ લાઈનને અડકી જતા બંને શ્રમિકને વીજ શોક લાગતા ભારતભાઈ ભુરિયાનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે મૃત્યુ અંગે નોંધણી કરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW