HomeGujaratમોરબીમાં માવઠાની આગાહી વચ્ચે વાતાવરણ પલટાયું, વાદળ છાયા હવામાનને કારણે ઠંડીનું...

મોરબીમાં માવઠાની આગાહી વચ્ચે વાતાવરણ પલટાયું, વાદળ છાયા હવામાનને કારણે ઠંડીનું જોર વધ્યું લઘુતમ તાપમાન 8 ડીગ્રી સુધી ગગડયું 

રાજ્યભરમાં સપ્તાહ દરમિયાન વાતાવરણ પલટો અને 27 થી 29 દરમિયાન છુટા છવાયા વિસ્તારમાં કમોસમી ઝાપટા વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી અને આ વરસાદી સિસ્ટમના કારણે મોરબીમાં છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. એક બે દિવસ હળવા વાદળ છાયા વાતાવરણ રહ્યા બાદ બે દિવસ ફરી ખુલ્લું વાતાવરણ રહ્યા બાદ ગઈકાલ થી વાતાવરણમાં બદલાવ આવી રહ્યો છે. અને શુક્રવારે મોરબીમાં આંખો દિવસ વાદળ છવાયેલ રહ્યા હતા સાથે સાથે હળવા ઠંડા પવન ફૂકાયેલા રહેતા દિવસ રાત ઠંડીનું જોર રહ્યું હતું. મોરબીમાં લઘુતમ તાપમાન 8-9 ડીગ્રી વચ્ચે  સુધી ગગડ્યું હતું, તો વાદળછાયા વાતાવરણના કારણે દિવસે પણ મહત્તમ તાપમાન 23-24 ડીગ્રી વચ્ચે રહ્યું હતું. મોરબી જિલ્લામાં આવેલ વાતાવરણ પલટાને કારણે લોકોને સવાર હાડ થીજવતી ઠંડીની સાથે સાથે દિવસ દરમિયાન પણ હળવી ઠંડીનો અનુભવ થયો હતો, વાદળ છાયા વાતાવરણને પગલે મોરબીમાં હિલ સ્ટેશન જેવું વાતાવરણ રહ્યું હતું.

આકરી ઠંડીને પગલે લોકોને સાવચેતી રાખવા કરાઈ તાકીદ,
  
 હાલ વાદળ છાયા વાતાવરણને પગલે લોકોનું સીઝનલ ફ્લુ કે શરદી ઉધરસ અને કફ જન્ય બીમારી થવાની પણ શક્યતા વ્યક્ત કરી છે અને તેના ભાગરૂપે લોકોને સાવચેતી રાખવા તાકીદ કરવામાં આવી છે. લોકોને ઘરથી બહાર નીકળતી વખતે દિવસ દરમિયાન પણ ગરમ વસ્ત્રો પહેરવા, ગરમ અને પોષક તત્વ વાળા આહાર લેવા તાકીદ કરવામાં આવી છે. ગરમ હુંફાળું પાણી પીવા આ સિઝનમાં શરદી ઉધરસ નું પ્રમાણ વધે તેવી શક્યતા હોવાથી લોકોને સાવચેતી રાખવા સુચના આપી છે નાના બાળકો અને વડીલોની પણ ખાસ કાળજી લેવા જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પી કે શ્રીવાસ્તવે આપી છે 

શિયાળુ પાકને વરસાદી, માહોલ વચ્ચે પિયત ન આપવા તાકીદ 

હવામાન વિભાગ દ્વરા ખેડૂતો માટે જરૂરી ચેતવણી બહાર પાડી છે. જેમાં ખેતરમાં તૈયાર જણસ સુરક્ષિત સ્થળે રાખવા યાર્ડ સુધી જણસ પહોચાડતી વખતે તાળપત્રીથી ઢાંકવા ખાસ સુચના આપવામાં આવી છે. આ ઉપરાંત શિયાળુ પાક માટે પણ માર્ગદર્શક સુચના આપી છે.  હાલ વરસાદની સંભાવના ને પગલે પાકમાં પિયત ન આપવા કે દવા છટકાવ ન કરવા ખેતીવાડી વિભાગ દ્વારા તાકીદ કરવામાં આવી છે. 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW