માળિયા મિયાણા તાલુકાના લવણપુરમાં વર્ષ 2011માં સુરેશભાઈ પરશુરામપુરિયાને વર્ષ 2011માં જયદીપ એન્ડ કંપનીના માલિક અશ્વિન સિંહ ઉદયસિહ જાડેજા, દ્વારા માર મારવામાં આવ્યો હતો આ ઉપરાંત દિલાવર સિહ ઉર્ફે દિલુભા ઉદયસિહ જાડેજા દ્વારા સુરેશભાઈના દીકરા દિનેશભાઈને ફડાકો ઝીકી દિધો હતો તો આટલે થી ન અટકતા સુરેશભાઈ લવણપુર પાસે રેલ્વે ની જગ્યા જોઈ રહ્યા હતા ત્યારે ભાજપ આગેવાન જયેન્દ્રસિંહ ઉર્ફે જયુભા ઉદયસિંહ જાડેજા ,સુરેશભાઈ ઠાકરશીભાઈ પટેલ,ધર્મેન્દ્ર સિંહ ટેમુભા જાડેજા અને જગદીશ વાલજીભાઈ પટેલે એકઠા થઇ ગેર કાયદે મંડળી રચી સુરેશભાઈ તેમજ તેના પુત્ર દિનેશના ધોકા પાઈપથી મારમાર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની જે તે સમયે સરેશભાઈએ પોલીસ ફરિયાદ નોધાવી હતી આ ફરિયાદની તપાસ બાદ કેસ માળિયા કોર્ટમાં ચાલ્યો હતો જેમાં સરકારી વકીલ એમ એલ પંડ્યા તેમજ સુરેશભાઈ દ્વારા રોકેલા વકીલો દ્વારા દલીલો કરી હતી અને જરૂરી પુરાવા અને સાક્ષીઓ રજુ કરતા કોર્ટે આ કેસમાં તમામ 6 આરોપીને અલગ અલગ કેસમાં કસુરવાર ઠેરવ્યા હતા 6 માસની સાદી કેદ તેમજ 1000નો દંડ ફટકાર્યો હતો

