મોરબી જિલ્લાના તમામ તાલુકાઓમાં ખનિજ માફિયા એટલી હદે સક્રિય બની ગયા છે કે કોઈ પણ તાલુકાના. નદી પટ્ટ, સરકારી ખરાબા ગૌચર કે અન્ય કોઈ પણ પડતર જમીન પર ખોદકામ કરી તમાંથી ખનીજ ચોરી કરી રહ્યા છે.ખનીજ વિભાગ દ્રારા પણ આવા તત્વો સામે એક્શન લઇ પકડવામાં આવી રહ્યા હોય અને આં કામગીરીના ભાગરૂપે તા. 26/12/24 નાં રોજ જિલ્લા ખાણ ખનિજ અધિકારી જે. એસ. વાઢેરની સૂચનાને પગલે ખાણ ખનિજ વિભાગની ટીમ દ્વારા હળવદ તાલુકાના સાપકડા માં આકસ્મિક રેડ કરવામાં આવેલ જેમાં એક સેની કંપનીના એક્સકેવેટર મશીન મોડેલ SY210c9 નંબર21SE21A0113011ને હાર્ડ મોરમ ખનીજનાં ગેરકાયદેસર ખોદકામ કરવા બદલ સ્થળેથી પકડી સીઝ કરી તાલુકા પોલીસ સ્ટેશન- હળવદ ખાતે મૂકાવી આગળની નિયમોનુસાર ની કાર્યવાહી હાથ ધરેલ છે.“
મોરબીનાં ખાણ ખનિજ વિભાગે હળવદના સપકડામાં ગેર કાયદેસર ખનીજ ખોદકામ કરનાર ઍક્સે વેટર મશીન પકડી જપ્ત કર્યું
RELATED ARTICLES

