સૌરાષ્ટ્રના અલગ-અલગ જિલ્લાઓમાં અવાર નવાર લગ્ન વાંચ્છુક યુવાનોને એન કેન રીતે લેભાગું તત્વો દ્વારા છેતરપિંડી કરતા હોય છે. તેમાં પણ છેલ્લા ઘણા સમયથી અલગ અલગ જગ્યાએ આવા યુવાનો ને દીકરી દેખાડી બાદમાં વચ્ચેટિયા દ્વારા રૂપિયા લેવામાં આવે છે. બાદમાં યુવતી સાથે લગ્ન કરાવાય છે. થોડા સમય બાદ અવનવા બહાના કરી દાગીના રૂપિયા લઈ આં દુલ્હન ભાગી જતી હોય છે.આવી જ એક લૂટેરી દુલ્હનનો શિકાર હળવદના ચરાડવા ગામનો યુવાન બન્યો હતો.

મળતી માહિતી મુજબ, હળવદના ચરાડવા ગામમાં રહેતા મુકેશ ડાયાભાઈ સોલંકી નામના યુવાન આવી એક લૂટેરી દુલ્હનનો શિકાર બન્યો હતો. મુકેશ ભાઈ સોલંકીએ નોંધાવેલ ફરિયાદ મુજબ મુકેશભાઈ ચાવડા લગ્ન માટે તુલસી ગોસાઈ અંને જોશના બેનને મેળવી આપ્યા હતા. બાદમાં જીવાપર ગામમાં આવેલા કાંટાવાળી મેલડી માતાના મંદિરે મુકેશ સોલંકી અને તુલસી ગોસાઈ ના ફૂલ હાર લગ્ન કર્યા હતા. જે બાદ મુકેશભાઇ ચાવડાને 1લાખ રૂપીયા આપ્યા હતા. લગ્ન થોડા દિવસ બાદ હોસ્પિટલ જવાનું બહાનું કરી તેઓ નીકળી ગઈ હતી. જે બાદ પરત ન ફરતાં અંતે મુકેશ સોલંકીએ મુકેશ ચાવડા, તુલસી ગોસાઈ અને જોશમાં બેન ચાવડા સામે ફરિયાદ નોંધાવી હતી.

