HomeGujaratમોરબી પાલિકાએ વેરો ન ભરનારને મિલકત જપ્તીની નોટિસ ફટકારતા આસમીઓ જાગ્યા, 9.43...

મોરબી પાલિકાએ વેરો ન ભરનારને મિલકત જપ્તીની નોટિસ ફટકારતા આસમીઓ જાગ્યા, 9.43 લાખની વસુલાત 

મોરબી નગરપાલિકામાં લાંબા સમયથી સ્વભંડોળની ઘટ હોવાની વાતો સામે આવી હતી. ખુદ પાલિકા દ્વારા પણ સ્વીકાર કરવામાં આવ્યો હતો કે, ભંડોળના અભાવે વિકાસ કામો અટક્યા છે. તેમ જ પાલિકા લાઈટ બિલ પણ સમયસર ફરી શકે તેવી સ્થિતિમાં નથી. જેથી આ સ્થિતિ સુધારો કરવા વેરો ઉઘરાવવો જરૂરી બન્યો હતો. તેમાં પણ ઘણા મિલકત ધારકો એવા છે કે, જેની લાખોની વેરાની આવક બાકી છે. તેમ છતાં વર્ષોથી મિલકત વેરો ભરવા પાલિકા સુધી પહોંચ્યા ન હોય અવારનવાર પાલિકા દ્વારા તેમને નોટિસો આપી વેરો ભરપાઈ કરવા જાણ કરી હતી. તેમ છતાં તેઓ ભરપાઈ કરવાનો આવતા તાજેતરમાં ચીફ ઓફિસર દ્વારા મિલકત કાચમાં લેવા માટેની આખરી નોટિસ જાહેર કરી હતી અને તેમાં અલગ અલગ કુલ 51 મિલકત ધારકોના નામ અને તેમના વેરાની બાકી રકમની માટેની જાણકારી આપી હતી. આ માહિતી જાહેર થયા બાદ કેટલાક મિલકત ધારકોની ઊંઘ ઊડી હોય તેમ પાલિકા કચેરીએ પહોંચ્યા હતા અને તેમની મિલકત ટાંચમાં ન લેવાય તે માટે વેરો ભરપાઈ કરવા સહમતથી દર્શાવી હતી. જે પૈકી બે મિલકત ધારકો દ્વારા તેમની ભરપાઈ કરવાની થતી રકમ 3,20,000 તેમજ 2,23,000ની ભરપાઈ કરી હતી. તો ચાર મિલકત ધારકોની ચાર લાખ જેટલી રકમ બાકી હોય અને તે રકમ હપ્તાથી ભરપાઈ કરવા માટે સહમતિ દર્શાવી હતી અને પ્રથમ હપ્તા રૂપે એક એક લાખ જેટલી રકમ જમા કરી હતી. જ્યારે બાકીની રકમ અલગ-અલગ સમયે ભરપાઈ કરવાની લેખિત બાહેધરી આપી હતી. આમ લાંબા સમયથી જે મિલકતો પર વેરો ભરપાઈ થઈ રહ્યો ન હતો તે વ્યક્તિની નોટિસ બાદ વેરો ભરપાઈ કરવા પહોંચ્યા છે. પાલિકાને લાંબા સમયથી  જે રકમ ફસાયેલી હતી. તે 9 લાખ 43 હજાર જેટલી રકમની વેરાની વસુલાત થઈ હતી. જે પૈકી તો મોરબી પાલિકાને તા.18 ડિસેમ્બરના રોજ વેરા પેટે 8,41,000 જેટલી આવક થઈ હતી. તે પૈકી 4 લાખ જેટલી આવક આ લાંબા સમયથી વેરો ભરપાઈ કરવા આવતા ન હતા. તેનો સમાવેશ થાય છે. પાલિકા દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, મિલકત જપ્તની કાર્યવાહી કરતા પૂર્વે વેરો ભરી જવા 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે અને જે પણ વેરા ધારકો આં મુદ્દત દરમિયાન વેરો ભરપાઈ કરશે તો તે આં જપત્તી કાર્યવાહી કરવામાં આવશે તેવો પણ દાવો કર્યો છે.

બાકી વેરો ભરપાઈ કરવા આખરી તક અપાઇ છે મુદત બાદ એક્શન લેવાશે,

પાલિકા દ્વારા જે મિલકત ધારકોની યાદી જાહેર કરી છે. તેમને આ આખરી તક છે તમામ ને15 દિવસમાં વેરો ભરપાઈ કરવા જણાવ્યું છે. આગામી મુદત પૂર્ણ થયે પાલિકા દ્વારા મિલકત ટાંચમાં લેવા કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. તેમ ચીફ ઓફિસર કુલદીપ સિંહ વાળા એ જણાવ્યુ હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW