HomeGujaratટંકારાના બંગાવડી ડેમની બાજુમાં આવેલ પાણી પુરવઠાના જુના પડતર કવાર્ટરમાંથી ઈંગ્લીશ દારૂનો...

ટંકારાના બંગાવડી ડેમની બાજુમાં આવેલ પાણી પુરવઠાના જુના પડતર કવાર્ટરમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો જપ્ત

ટંકારાના પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન બંગાવડી ડેમની બાજુમાં આવેલ પાણી પુરવઠાના જુના પડતર કવાર્ટરમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ઉતારેલ હોય અને તેની આજુબાજુમાં બેસી ઈંગ્લીશ દારૂનું છુટક વેચાણ થતું હોય તેવી ચોક્ક્સ મળેલ બાતમીના આધારે રેડ મારતા ત્યાંથી 465 ઇંગલીશ દારૂની બોટલો કુલ રૂ.- 2,60,865નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. રેડ દરમિયાન આરોપી રાજેન્દ્રસિંહ મયુરધ્વજસિંહ ઉર્ફે મહેન્દ્રસિંહ જાડેજા રહે.બંગાવડી તા. ટંકારાવાળાની હાજરી ન મળતા પોલીસે તેને ફરાર બતાવી તેના વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરી ધોરણસરની કાર્યવાહી કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW