HomeGujaratમોરબીમાં આમંત્રણ પત્રિકામાં નામ મુદે વિવાદ મુદે જિલ્લા ભાજપે અજય લોરિયાને કારણદર્શક...

મોરબીમાં આમંત્રણ પત્રિકામાં નામ મુદે વિવાદ મુદે જિલ્લા ભાજપે અજય લોરિયાને કારણદર્શક નોટીસ ફટકારી

તાજેતરમાં મોરબી જીલ્લા પંચાયત વિસ્તારમાં આવતા ત્રાજપર બેઠકમાં આવતા અલગ અલગ વિસ્તારમાં વિકાસ કામના લોકાર્પણ અને ખાતમુર્હુત કાર્યક્રમ યોજાયો હતો જેનું ઈ આમંત્રણ પત્રિકા સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ હતી. આ આમંત્રણ પત્રિકા સામે આવ્યા બાદ જિલ્લા પંચાયત ના સિંચાઈ અને સહકાર સમિતિ ચેરમેન અજય લોરિયાએ પત્રકાર પરિષદ કરી હતી અને આમંત્રણ પત્રિકામાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા ઈશારે નામ કાઢી નાખવાનો આક્ષેપ કર્યો હતો અને કાન્તિલાલ અમૃતિયા પર અલગ અલગ આક્ષેપ કર્યા હતા જે બાદ વિવાદ વધુ વકર્યો હતો ખુદ જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખે ખુલાસો કરવો પડ્યો હતો કે જે પત્રિકા બની હતી તે નિયમ અને પ્રોટોકોલ મુજબ હતી તેમાં કોના નામ રાખવા અને કોના ન રાખવા તે કામ વિસ્તાર અને હોદા મુજબ રાખવામાં આવ્યા હતા આમાં કોઈ નામ કાઢવામાં કે કિન્નાખોરી રાખવાના આક્ષેપ થયા હતા તે પાયા વિહોણા છે

અજય લોરિયા ના નિવેદનથી શરુ થયેલા આં વિવાદથી જિલ્લા ભાજપ અને પ્રદેશ કક્ષા સુધી આ વિવાદ પહોચતા પક્ષની ઈમેજ ખરડાઈ હોવાથી પ્રદેશ કક્ષાથી પણ આદેશ થતા જીલ્લા ભાજપ પ્રમુખ રણછોડ દલવાડી દ્વારા અજય લોરિયાને નોટીસ ફટકારી હતી પક્ષને થયેલા હાની માટે 15 દિવસમાં ખૂલાસો આપવા આદેશ કરવામાં આવ્યો છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW