HomeGujaratમોરબીના રામધન આશ્રમ ખાતે ભવ્ય રામદેવ રામાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું

મોરબીના રામધન આશ્રમ ખાતે ભવ્ય રામદેવ રામાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું

જય માતાજી ગુરૂકૂપા સેવા સમિતિ દ્વારા મોરબીના રામધન આશ્રમ ખાતે ભવ્ય રામદેવ રામાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથાના વક્તા સંત રત્નેશ્વરીદેવી ગુરૂ મહંત ભાવેશ્વરીમાં બીરાજી સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે. જેમાં સંતો મહંતો રાજકીય સામાજિક આગેવાનો તેમજ જુદા જુદા મંડળો ઉપસ્થિત રહેશે.

કથા પ્રારંભ તારીખ: 24 -12 -2024 મંગળવાર, કથા વિરામ કથા તારીખ 30-12-2014 સોમવાર, કથા નો સમય સવારે 9:00થી12:00 અને બપોરે 2:00 થી-5:00 સુધીનો રહેશે. ખાસ દર્શન રામધન આશ્રમ ખાતે પ્રથમ વખત ચાર જુગ નો પાટ અને ભજન સંતવાણી તા. 26-12-2024 ભક્તો માટે દર્શનનો સમય બપોરે 2:00 થી 6:00 સુધી કથામાં આવતા પાવનકારી પ્રસંગો શ્રી રામ પ્રાગટ્ય શ્રીકૃષ્ણ નંદ મહોત્સવ તા. 25-12-2024 ને બુધવાર, શ્રી રામદેવજી પ્રાગટ્ય તા. 26-12-2024 ને ગુરૂવાર ભૈરવ ઉધ્ધાર તા. 27 -12 -2024 ને શુક્રવાર શ્રી રામદેવજી મહારાજ ના વિવાહ તારીખ 28-12-2024 ને શનિવાર પાટનો મહિમા અને ગત ગંગાના ભક્તોની કથા ‌તા. 29-12-2024ને રવિવાર કથાના વિવિધ પ્રસંગો કથા વિરામ તારીખ 30-12-2024 ને સોમવાર રહેશે. જય માતાજી ગુરૂકૃપા સેવા સમિતિ દ્વારા ભાવિક ભકતોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW