HomeGujaratનગ્માની હત્યા કરી લાશ ફેકી દેવાની ઘટનામાં નવલસિંહ તેની પત્ની ભાણેજ સહીત...

નગ્માની હત્યા કરી લાશ ફેકી દેવાની ઘટનામાં નવલસિંહ તેની પત્ની ભાણેજ સહીત 4 સામે ગુન્હો દાખલ

રાજ્યભરમાં ચકચાર મચાવનાર સીરીયલ કિલર નવલસિંહ દ્વારા રાજકોટમાં ભગવતી પરામાં રહેતી તેની પ્રેમિકા નગમાં કાદરભાઈ મુકાસમને ગત તા 23 માર્ચ 2024 ધૂળેટીના દિવસે વઢવાણ ખાતે આવેલા મકાનમાં બોલાવી હતી સોડીયમનો પાવડર પીવડાવી હત્યા કરી નાખી હતી.બાદમાં વાંકાનેરના ધમલપર ગામમાં રહેતા તેના ભાણેજ શક્તિરાજ ભરતભાઈ ચાવડાને ફોન કરી અવાવરું જગ્યાએ ખાડો કરી રાખવા જણાવ્યું હતું જે બાદ વઢવાણ તેના ઘરે લાશના ટુકડા કરી કોથળામાં ભરી ભાણેજે જે જગ્યાએ ખાડો કર્યો હતો તે લાશ દાટી દીધી હતી. જે અંગે ખુલાસો ખુદ નવલસિંહે તેના મૃત્યુ પહેલા જ સરખેજ પોલીસને કરતા સરખેજ પોલીસ વાંકાનેર તપાસમાં આવી હતી જે બાદ સ્થાનિક પોલીસની મદદથી મૃતદેહ બહાર કાઢી ફોરેન્સિક પીએમ માટે મોકલી આપી હતી જેનો રીપોર્ટ આવી જતા અંતે પોલીસે હત્યાનો ગુન્હો નોધ્યો હતો

વાંકાનેર પોલીસે આ ઘટનામાં હત્મૃયારા તક નવલસિહે તેની પત્ની સોનલ નવલસિહ ચાવડા તેમજ ભાણેજ શક્તિરાજ ભરતભાઈ તેમજ જીગર મનુભાઈ ગોહિલની લાશ અને પુરાવા નાશ કરવા બદલ ગુન્હો નોધી તમામની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી મૃતક નગમા નવલસિંહની પ્રેમિકા હોય અને અવાર નવાર લગ્ન કરવા માટે દબાણ કરતી હોવાથી કંટાળી નવલસિહે હત્યા કરી લાશના ટુકડા કરી તેને ફેકવા તેના ભાણેજ શક્તીરાજની મદદ લીધી હતી બનાવ વખતે અલગ અલગ બે કારમાં નવલસિહ તેની પત્ની સોનલ અને બાળકો તેમજ બીજી એક કારમાં જીગર મનુભાઇ ગોહિલ અને તેના બાળકો આવ્યા હતા અને ધમલ પર પાસે કાંટા વાડી મેલડી માતાના મંદિરથી 100 મીટર દુર અવ્વારું જગ્યામાં દાટી તેમજ ઝડપથી લાશને ગાળવા તેમાં મીઠાની થેલીઓ નાખી માટી નાખી ફરાર થઇ ગયા હતા

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW