HomeGujaratમોરબીમાં પ્લાસ્ટિકના દાણાનો કોન્ટ્રાક્ટ આપવાનું કહી વેપારી સાથે રૂ.1.8 કરોડની છેતરપીંડી

મોરબીમાં પ્લાસ્ટિકના દાણાનો કોન્ટ્રાક્ટ આપવાનું કહી વેપારી સાથે રૂ.1.8 કરોડની છેતરપીંડી

મોરબી અવની ચોકડી જય અંબે અંબેનગર સોસાયટી મારૂતિ એપાર્ટમેન્ટમાં રહેતા દિવ્યેશભાઈ ભરતભાઈ સવસાણી (ઉ.વ.25) એ આરોપી અલગ-અલગ ચાર મોબાઇલના ધારક તથા જુદા જુદા બેન્ક એકાઉન્ટ ધારકો વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે,

આરોપોઓએ ફરીયાદિને પ્લાસ્ટીકના દાણાનો કોન્ટ્રાકટ આપવાનું જણાવીને લોભામણી લાલચ આપી ફરીયાદિનો વિશ્વાસ અને ભરોસો કેળવી જુદા જુદા ફોર્મ ઇ-મેલથી મોકલી જેની અવેજીમાં રૂપીયા ભરવાનું જણાવ્યું હતું. જે બાદ ફરિયાદીએ અલગ-અલગ તારીખે આરોપીઓના જુદા જુદા બેંક એકાઉન્ટમાં રૂ. 1,08,78,458નું રોકાણ કરેલ હોય જે આરોપીઓએ ફરીયાદીને આજદિન સુધી કોન્ટ્રાકટ નહી આપી તેમજ આરોપીઓએ ફરીયાદીએ રોકાણ કરેલ રૂપીયા પરત નહી આપી ફરીયાદી સાથે છેતરપિંડી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW