HomeGujaratકિન્નર બની રૂપિયા માગતા યુવક પાસે બીભત્સ માગણી કરી, યુવકે પ્રતિકાર કરતા...

કિન્નર બની રૂપિયા માગતા યુવક પાસે બીભત્સ માગણી કરી, યુવકે પ્રતિકાર કરતા છરીના ઘા ઝીંકી હત્યા કરનાર બે શખ્સ ઝડપાયા

મોરબી તાલુકાના અણીયાળી ગામ નજીક સીમમાં ચાર મહિના પહેલાં એક અજાણ્યા યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરી દેવાઈ હતી. પોલીસ તપાસ દરમિયાન મૃતક સંજય મોહન મહવઈ હોય જેથી પોલીસે યુવકની ઓળખાણ આધારે હત્યારાઓની શોધખોળ હાથ ધરી હતી. પોલીસે હત્યારા સુધી પહોંચવા ટોલનાકાના અને અલગ અલગ વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરા ના ફૂટેજ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ મદદ થી આરોપીઓ સુધી પહોંચવા તજવીજ હાથ ધરી હતી.તપાસ દરમિયાન જાણવા મળ્યુ હતું કે મૃતક સંજય આસપાસ વિસ્તારમાં જિવલી કિન્નર બનીને વાહન ચાલકો પાસે થી રૂપિયા માગતો હોય જેથી પોલીસે આં દિશામાં તપાસ શરૂ કરી હતી. જે વિસ્તારમાં તે ભિક્ષા વૃત્તિ કરતો હતો જેથી આં દીશામાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તેની કેટલાક શખ્સ સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો અને ત્યાર બાદથી તે ગાયબ હતો જેથી પોલીસે તે સુરેન્દ્ર નગર જિલ્લાના લખતર તાલુકાના ઓડક રવિ દેવજી ભાઈ ગાબુ અને લખતર તાલુકાના ઢાંકી ગામના સુરેશ બબાભાઈ ગોરૈયાને પૂછ પરછ બહાને લાવી તપાસ કરતા બન્ને કબૂલાત કરી હતી કે મૃતક ગવલી કિન્નર બનીને ભિક્ષા વૃત્તિ કરતા આં શખ્સ પાસે બીભત્સ માગણી કરી હતી જોકે આં શખ્સે તેને બોલાચાલી થઇ હતી તેમજ બન્ને વચ્ચે ઝઘડો ઉગ્ર બનતા બન્ને મળી હળવદ નજીક ખેતરમાં લઈ જઈ પેટના ભાગે છરીના ઘા ઝીંકી તેની હત્યા કરી ફરાર થઈ ગયા હતા આરોપીની કબુલાત આધારે પોલીસે બંને આરોપીઓ વિરદ્ધ હત્યાની કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW