વાંકાનેરના સરતાનપર રોડ વોરોલી પ્લાસ્ટના કારખાનામાં કામ કરતા અને ત્યાં જ રહેતા તેમજ મૂળ ઓડીશાના વતની ગૌતમ નિરંજન બીસ્વાલ નામના યુવાને ગઈકાલના રોજ કારખાનાના કમ્પાઉન્ડમાં આવેલ પીપળના ઝાડની ડાળીએ દોરડા વતી વડે ફાંસો ખાઇ લેતા તેને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કર્યો હતો. આ બનાવ મામલે વાંકાનેર તાલુકા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

