મોરબી જિલ્લામાં સતત અલગ અલગ પ્રકારના ગોરખ ધંધાનું પ્રમાણ સતત વધી રહ્યું છે આ ઉપરાંત સતત વધી રહેલા મારામારી હત્યા લૂંટ અને ચોરી સહિતના ગુના સામે જાણે મોરબી પોલીસ ઘુટણીયે આવી ગઈ હોય તેમ આવી પ્રવૃત્તિ અટકાવવામાં નિષ્ફળ જતા ખુદ સ્ટેટ મોનીટરીંગ સેલ ને મેદાનમાં ઉતરવું પડ્યું હોય તેમ એક પછી એક દરોડા પાડતા જિલ્લા પોલીસની આબરૂનું ધોવાણ થયું છે ત્યારે આજે જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા સીટી બી ડીવીઝન પોલીસ મથક તેમજ તાલુકા પોલીસ મથકના એ એસઆઈ હેડ કોન્સ્ટેબલ કોન્સ્ટેબલ તેમજ ડ્રાઈવર સહિતના 11 પોલીસ કર્મીઓની આંતરિક બદલી કરતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે
જોકે આ બદલી માત્ર જે પોલીસ મથકમાં SMC ની રેડ પડી ત્યાં છે જોકે આવી પ્રવૃત્તિ પર જેને અંકુશ લાદવાનો છે તેવા એસ ઓજી અને એલસીબીની પણ જવાબદારી છે તેમ છતાં આ મહત્વની બ્રાંચમાં કોઈ ફેરફાર ન થતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે શું મહત્વની બ્રાંચના પોતાના માનીતા અધિકારી અને તેના સ્ટાફ પર એક્શન ન લેવાનું પોલીસ વડા એ મન તો નથી બનાવી લીધું ને તેવા પણ સવાલ ઉઠી રહ્યા છે

