મોરબીના રવાપર ગામે આવેલ હીરલ પોઇન્ટ એપાર્ટમેન્ટમાં રહેતા બ્રીજેશભાઈ જાકાસણીયા નામના યુવાનના ભાઈના સાળા ગૌતમભાઈ લિખિયા તેની વેન્ટો કાર લઈને પરિવાર સાથે આમરણથી મોરબીના મહેન્દ્રનગર ખાતે પ્રસંગમાં જતા હતા. ત્યારે નવલખી રોડ પર સેન્ટમેરી સ્કુલ પાસે ફાટકના બંમ્પ પાસે ગૌતમભાઇની કારની સાથે અજાણ્યા આરોપીઓની કાર પાછળથી સફારી કાર અથડાતાં ત્રણેય આરોપીઓએ સાહેદ ગૌતમભાઇ સાથે માથાકુટ કરી ઝઘડો થતા ગૌતમભાઈએ ફોન કરી ફરિયાદી બ્રિજેશભાઈને બોલાવ્યા હતા. આરોપીઓએ કારમાં પથ્થર વડે નુકસાન કરી તેમજ ને ઢીકાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે મામલે આરોપીઓ વિરુદ્ધ બ્રીજેશભાઈએ મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોધાવી છે.

