હળવદના જુના રાયસંગપર ગામે રહેતા કરશનભાઇ રંગાડીયા/દલવાડી ગત તા.- 04/11/2024ના રોજ GJ-13-Q-3663 નંબરનું બાઈક લઇ જતા હોય તે દરમિયાન રાયસંગપર રોડ છટ્ઠી કેનાલ પાસે GJ-36-AJ-2263 નંબરનો કાર ચાલક તેની બ્રેજા કાર પુર ઝડપે અને બેદરકારીપૂર્વક ચલાવી જઈ સામેથી કરશનભાઇના બાઈક સાથે ભટકાડતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કરશનભાઈને માથાના કપાળના ભાગે તથા જમણા પગે ફેક્ચર જેવી ઇજા પહોચાડી હતી. આ મામલે કરશનભાઈનેના પુત્ર દિલીપભાઇ રંગાડીયા/દલવાડીએ હળવદ પોલીસ મથકમાં બ્રેજા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે.

