હળવદ તાલુકાના વેગડવાવ ગામે ગત તા.-30/11/2024ના રોજ જય ભવાની પેટ્રોલપંપની ઓફિસમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો, બે આરોપીઓની ધરપકડ અને એક ફરાર
મળતી માહિતી મુજબ, હળવદના વેગડવાવ ગામે તા.-30/11/2024ના રોજ બે શખ્સો સ્વીફ્ટ કાર આવી જય ભવાની પેટ્રોલપંપની ઓફિસમાં ઘુસી ટેબલના ખાનામાં પડેલ રોકડ રૂ અને સ્માર્ટ વોચના મુદામાલની ચોરી કરી ગયા હતા. જે બાદ હળવદ પોલીસ મથકમાં ચોરી અંગેની ફરિયાદ નોંધાતા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી.
જેમાં હ્યુમન સોર્શ, ટેકનીકલ માધ્યમ, તથા ખાનગી બાતમીના આધારે ઉપરોકત ગુનાને અજામ આપનાર આરોપીઓ એક ગ્રે કલરની રજી નં. GJ-12-CG-4081 વાળી સ્વીફ્ટ કારમાં હાલમાં હળવદ વિસ્તારમાં આવેલ હોય અને સ્વીફ્ટ કાર જે હાલે મોરબી ચોકડી પાસે આવેલ નર્મદા કેનાલ નજીક હોવાની મળેલ હકકીતના આધારે આ જગ્યાએ તપાસ કરતા ગાડીમાં સુલેમાન ઉર્ફે લક્કી અલ્લાહબક્ષ સાલેભાઇ સમા/સંધી રહે.માધાપર જુના વાસ રેલ્વે ફાટક પાછળ સમા વાસ તા.જી.ભુજ (કચ્છ) અને મુસ્તાક પચાણભાઇ સમા/સંધી રહે.જુણાદેઢીયા તા.ભુજ જી.ભુજ હાલે રહે.માધાપર ભવાની હોટલ પાછળ મહાપ્રભુનગર સોસાયટી તા.જી.ભુજવાળા આ બે આરોપીઓ મળી આવતા જેની ગુના સબંધી પુછપરછ કરતા પોતે આ ગુનો અન્ય ઇશાભાઈ રાયબભાઈ સમા નામના એક સાગરીત સાથે મળી આચરેલાની કબુલાત આપી હતી.
આ કામના આરોપીઓ ફોર વ્હીલ ગાડી ભાડેથી લઇ આવી મોરબી તથા આસપાસના જિલ્લાઓમાં મોડી રાત્રીના સમયે હાઇવે પર આવેલ પેટ્રોલપંપમાં રેકી કરી પેટ્રોલપંપના કર્મચારીઓ સુઇ ગયેલ હોય તેવા સમયે પેટ્રોલપંપની ઓફીસમાં હથીયારો સાથે ઘુસી પેટ્રોલપંપમાં રહેલ રોકડા રૂપીયા તથા ચીજવસ્તુઓની ચોરી કરતા હોવાનું સામે આવ્યું હતું.
તે શખ્સો પાસેથી રોકડ રૂ.- 31,000, ફાયરબોટ કંપનીની સ્માર્ટ વોચ રૂ. 1,000, 3 મોબાઇલ ફોન રૂ. 30,500 અને સ્વીફ્ટ ગાડી મળી કુલ રૂ.1,62,500નો મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો અને આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

