HomeGujaratનવયુગ ગ્રુપ ઓફ કોલેજ માં એઇડ્સ જન જાગૃતિ સેમિનાર યોજાયો

નવયુગ ગ્રુપ ઓફ કોલેજ માં એઇડ્સ જન જાગૃતિ સેમિનાર યોજાયો

મોરબી: World AIDS day નિમિતે HIV/ADIS વિશે કોલેજના વિદ્યાર્થીઓમાં જાગૃતતા ફેલાઈ તે અનુંસંધાને સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર માં ઇન્ડિયન મેડિકલ એસોસિઅન મોરબી ના ડૉ હીનાબેન મોરી અને ડૉ જયેશભાઈ સનારિયા એ માર્ગદર્શન આપ્યું હતું.

આ સેમિનાર માં અઇડ્સ રોગ ને અટકાવવા સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી જેમ કે, એઇડ્સ શું છે? HIV/AIDS કઈ રીતે ફેલાય છે તેની સમજૂતી, HIV/AIDS નાં લક્ષણો, HIV/AIDS થી બચવાના ઉપાયો અને તેની સારવાર ની સમજૂતી, એઇડ્સ કેવી રીતે ફેલાય નહી? એઇડ્સ એ પ્રાણ ઘાતક નથી, કારણ કે એઇડ્સની દવાઓ(ART) થી વાયરસ વધતા અટકાવી શકાય છે. પરંતુ મટાડી શકાતો નથી. જેવા મુદ્દા પર વિગતવાર માહિતી આપવામાં આવી હતી. નવયુગ કોલેજની વિધાર્થિનીઓ દ્વારા લોકોમાં જાગૃતિ માટે એઇડ્સ નો સિમ્બોલ બનાવવામાં આવ્યો હતો. સંસ્થાના પ્રમુખશ્રી પી. ડી. કાંજીયાના માર્ગદર્શનમાં આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતું. સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસવાડિયા અને દરેક કોલેજના પ્રિન્સિપાલ તેમજ વિભાગીય વડા ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW