મોરબી એસ.ઓ.જી.ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે મોરબી જુના બસ સ્ટેન્ડ પાછળની શેરી નવાડેલા રોડ નજીક રેડ મારતા ત્યાં આરોપી જુમાભાઇ કરીમભાઇ ચૌહાણ જાતે જંગરી સીપાઇ મુસ્લીમ ઉ.વ. 75 ધંધો નિવૃત રહે મોરબી-1 નવા ડેલા રોડ, જુના બસસ્ટેન્ડ પાછળ ગેબનશાપીરની દરગાહ પાસેના રહેણાક મકાનમાંથી નાર્કોટીક્સ માદક પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો.
આરોપીના રહેણાંક મકાનમાંથી 3 કિલો 195 ગ્રામ વજનનો નાર્કોટીક્સ માદક પદાર્થ પોશડોડાનો જથ્થો અને લોખંડનો વજનકાંટો તથા તોલા નંગ-3 સહીત કુલ કિંમત રૂ.- 10,085નો મળેલ મુદામાલ પોલીસે જપ્ત કર્યો હતો. આ મુદામાલ સાથે પોલીસે આરોપી એન.ડી.પી.એસ. એક્ટની હેઠળ ગુનો નોધી અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

