HomeGujaratકચ્છના સામખિયાળી નજીક કારમાંથી 1.47 કરોડના ડ્રગ્સ સાથે પંજાબનાં દંપતી સહિત ચાર...

કચ્છના સામખિયાળી નજીક કારમાંથી 1.47 કરોડના ડ્રગ્સ સાથે પંજાબનાં દંપતી સહિત ચાર પકડાયાં, સપ્લાયર વોન્ટેડ

કચ્છના ભચાઉ તાલુકાના લાકડિયા ધોરીમાર્ગ પર ગઈકાલે 28 નવેમ્બરના રોજ આદિપુર કચેરીથી પોલીસ ટીમને સામખિયાળી તરફ પેટ્રોલિંગ માટે રવાના કરવામાં આવી હતી. પેટ્રોલિંગ દરમિયાન લાકડિયા ધોરીમાર્ગ પર ભારત હોટલ નજીક ત્રણ રસ્તા પાસે પોલીસ વાહન ચેકિંગ કામગીરી દરમિયાન એક શંકાસ્પદ ફોર્ડ ઇકોસ્પોર્ટ કાર (રજી. નં. HR 26 DP 9824) નજીક આવતાં એને રોકવામાં આવી હતી. કારમાં એક ડ્રાઇવર અને અન્ય ત્રણ વ્યક્તિ સવાર હતી.

જેમાં કારના બોનેટ નીચે એર ફિલ્ટરમાં છુપાવેલો શંકાસ્પદ જથ્થો મળતાં એની એફએસએલ મારફત ચકાસણી કરવામાં આવતાં એ કોકેન હોવાનું ખૂલ્યું હતું. 1.47 કિલોગ્રામના કોકેનની બજાર કિંમત 1.47 કરોડ છે. સપ્તાહમાં આ બીજો મોટો જથ્થો ઝડપાયો છે. આ કેસમાં કુલ ચાર આરોપીની અટક કરાઈ છે, એમાં બે મહિલા છે. જ્યારે માલ મોકલનાર એક આરોપી વોન્ટેડ છે. પકડાયેલા આરોપીમાં એક દંપતી છે, જ્યારે એક મહિલા માલ મોકલનારની પત્ની છે. આગળ પણ આ જ પ્રકારની તપાસ સતત ચાલુ રાખવામાં આવશે. કારની ચકાસણી દરમિયાન બોનેટના ભાગે એરફિલ્ટરના નીચેના ભાગેથી શંકાસ્પદ માદક પદાર્થ મળ્યો હતો. આ પદાર્થ કોકેન હોવાનું માલૂમ પડતાં પોલીસ દ્વારા તરત જ NDPS કાયદા હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. મહત્ત્વપૂર્ણ છે કે આ પ્રક્રિયા માટે ભચાઉના વિસ્તરણ અધિકારીને પંચ તરીકે રાખીને NDPSની કાર્યવાહી અંગે પોલીસ અધીક્ષક કાર્યાલયને વિગતવાર માહિતી આપી. NDPS કાયદા હેઠળ આગળની કાનૂની પ્રક્રિયા ચાલી રહી છે.

આ શખ્સો પાસેથી 147.67 ગ્રામ કોકેન, બજાર કિંમત ₹1,47,67,000, ફોર્ડ ઇકોસ્પોર્ટ કાર, કિમત ₹5,00,000, મોબાઇલ ફોન: 6 મોબાઇલ, કુલ કીમત ₹80,000, આધારકાર્ડ અને પાનકાર્ડનો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. આરોપી (1) હનિર સિંહ બિન્દર સિંહ શીખ (ઉં.વ. 27)મૂળ રહેવાસી: લહેરાદુર કોટ, તા. રામપુરા ફૂલ, જિ. ભટિન્ડા, પંજાબ, કારના ડ્રાઈવર  તરીકે  ઓળખાય છે. (2) સંદીપ સિંહ પપ્પુ સિંહ શીખ (ઉં.વ.25) મૂળ રહેવાસી: વોર્ડ નં. 4, રામપુરા ફૂલ, જિ. ભટિન્ડા, પંજાબ, પાછળની બેઠક પર મુસાફરી કરી રહ્યો હતો. (3) જસપાલકોર ઉર્ફે સુમન ગુલવંત સિંહ ઉર્ફે શનિભાઈ (ઉં.વ. 29) (4) અર્શદીપકોર સંદીપ સિંગ શીખ (ઉં.વ.21) નામના તમામ શખસોની ધરપકડ કરવામાં આવી હતી અને તેઓ સામે NDPS એક્ટની કલમ 8(C), 22(C), અને 29 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મહિલાઓને મહિલા સુરક્ષા નિયમોના આધારે સ્થળ પર જ અટકાવવામાં આવી નથી, પરંતુ તેમને નોટિસ આપીને પૂછપરછ માટે હાજર રહેવા જણાવાયું છે. કાયદાના નિયમો અનુસાર, માદક પદાર્થના સેમ્પલિંગ, ઇવેન્ટ્રી વેરિફિકેશન અને ફોટોગ્રાફી જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની હાજરીમાં કરવામાં આવશે. પોલીસના જણાવ્યા મુજબ, આ કાર્યવાહી દરમિયાન સમગ્ર વીડિયોગ્રાફી કરવામાં આવી હતી. પકડાયેલા કોકેનનો સ્રોત તપાસવા માટે મુખ્ય આરોપી ગુલવંત સિંહ ઉર્ફે શનિ સિંહ અને અન્ય સંડોવાયેલા શખ્સોની શોધખોળ ચાલી રહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW