મોરબી-હળવદ હાઈવે પર આવેલા ઘૂટૂ ગામ પાસે આવેલા ક્રિયાન પેટ્રોલ પંપ પાસે નંબર-GJ-36-X-5539 નમ્બરના ટ્રક ચાલકે ગત તા 23 ના રોજ નંબર-GJ-36-H-7830 નંબરના બાઈકમાં જતા અમૃતભાઇ વાઘેલા અને જનાર દિનેશભાઇ કરશનભાઇ જાદવને હડફેટે લીધા હતા આ ઘટનામાં અમૃત ભાઈનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયું હતું અકસ્માત સર્જી ટ્રક ચાલક ટ્રક મૂકીને ફરાર થઇ ગયો હતો તેમજ પોલીસ મથકે પણ જાણ કરી ન હતી બીજી તરફ બાઈકમાં પાછળ બેઠેલા દિનેશભાઈને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હતા સારવાર દરમિયાન દિનેશભાઈનું પણ મોત થયું હતું બનાવ બાદ મૃતકના પુત્ર મુકેશભાઈએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી

