HomeGujaratટંકારાના લજાઈ ગામે ઘર પાસે પાર્ક કરેલી રિક્ષાની ચોરી કરનાર બે આરોપી...

ટંકારાના લજાઈ ગામે ઘર પાસે પાર્ક કરેલી રિક્ષાની ચોરી કરનાર બે આરોપી ઝડપાયા

ટંકારાના લજાઈ ગામે જાપા વાળી શેરીમાં રહેતા અજરૂદ્દીનભાઈ હેરંજા (ઉ.વ. 32)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યું હતું કે, તેઓએ પોતાના ઘર પાસે તેની રિક્ષા નંબર GJ-36-U-8976 પાર્ક કરીને મૂકી હતી. જે રીક્ષાની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવી છે. જેથી 1,50,000ની કિંમતની રીક્ષાની ચોરી થઈ હોવાની ફરિયાદ લઈને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી.

આ દરમ્યાન ટંકારા પોલીસે ખાનગી બાતમી આધારે વોચ રાખી રાજકોટથી મોરબી તરફ ચોરાયેલી રિક્ષા લઈને બે શખ્સ આવી રહ્યા હતા. તે રિક્ષાને જઈ રહેલા શખ્સોને રોકીને તેમની પાસેથી રિક્ષાના કાગળ માંગવામાં આવ્યા હતા. ત્યારે તેની પાસેથી સંતોષકારક જવાબ મળ્યો ન હતો. જેથી વધુ તપાસ કરતા આ રિક્ષા મોરબીના વાવડી રોડે આવેલ સીધ્ધી વિનાયક સોસાયટીમાં રહેતા હાર્દીકભાઇ સેરસીયાના નામે હોવાનું સામે આવ્યું હતું અને આ રીક્ષા ચોરીની હોવીનું ખૂલ્યું હતું. જેથી કરીને ટંકારા પોલીસે ચોરાઉ રિક્ષા સાથે મુકેશ ગુજરાતી (ઉ.વ. 40) રહે. મુળ પેઢલા સામાકાઠે તાલુકો જેતપુર અને અર્જુન સોલંકી (ઉ.વ. 25) રહે. રાજકોટ ઢેબર રોડ વિજય પ્લોટ-25 ભાડલા પેટ્રોલ પંપ સામે રાજકોટ વાળાની ધરપકડ કરી છે. આરોપી મુકેશ ગુજરાતી સામે ચોરી અને દારૂના કુલ મળીને 10 ગુના નોંધાયેલા છે અને અર્જુન સોલંકી સામે ચોરીના ચાર ગુના નોંધાયેલા છે. આ બંને આરોપીને પોલીસે પકડી લઈ તેના વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW