HomeGujaratમોરબીના જેતપર (મચ્છુ) ગામે મેલડી માતાજીનો નવચંડી યજ્ઞ અને નવરંગો માંડવો યોજાશે

મોરબીના જેતપર (મચ્છુ) ગામે મેલડી માતાજીનો નવચંડી યજ્ઞ અને નવરંગો માંડવો યોજાશે

સવારે નવચંડી યજ્ઞ, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે,

મોરબીના જેતપર ( મચ્છુ) ગામે આગામી તારીખ 19 નવેમ્બર મંગળવારના રોજ મેલડી માતાજીના મંદિરે નવચંડી યજ્ઞ અને નવરંગા માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ગં.સ્વ. નિર્મળાબેન લાભુભાઈ કોટક , ગં.સ્વ. શારદાબેન રમણીકલાલ કોટક, નિતીનભાઈ એલ. કોટક, રાકેશભાઈ એલ. કોટક, મીલનભાઈ એલ. કોટક, ચેતનભાઈ આર. કોટક, મિતેષભાઈ આર. કોટક , અનીલભાઈ આર. કોટક દ્વારા ખત્રી વાળી શેરી,જેતપર ( મચ્છુ) ખાતે મેલડી માતાજીનો નવચંડી યજ્ઞ, અને નવરંગો માંડવો યોજાશે. આ પ્રસંગે તારીખ 19 નવેમ્બરના રોજ સવારે 7: 30 કલાકે યજ્ઞનો પ્રારંભ થશે અને બપોરે 1 કલાકે યજ્ઞની પુર્ણાહુતિ થશે. ત્યારબાદ બપોરે 1 કલાકે મહાઆરતી તેમજ સાંજે 7 કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. રાત્રે 9 કલાકે ડાકલાની રમઝટ બોલશે. જેમાં સુરેન્દ્રનગરના કલાકાર હાજર રહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW