HomeGujaratમોરબી-માળીયા હાઇવે પર ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા સગીરનું મોત નીપજ્યું

મોરબી-માળીયા હાઇવે પર ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા સગીરનું મોત નીપજ્યું

માળીયાના રાખોડીયા વાંઢ વિસ્તારમાં રહેતા ફતેમભાઇ માલાણીનો દીકરો રમઝાન તેમજ તેમના ભત્રીજા મકબુલનો પુત્ર અકરમ ગત તા.17ના રોજ સાંજના સમયે બાઇકની ચક્કર મારવા ગયા હતા. જે બાદમાં માળીયા હાઇવે ઉપર સ્વાગત પેટ્રોલપંપ ઉપર પેટ્રોલ પુરાવવા જતા MH-14-KA-7465 નંબરના ટ્રક ચાલકે અચાનક પેટ્રોલપંપ તરફ વળાંક લઈ બન્ને સગીરને હડફેટે લઈ અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં અકરમનું ઘટના સ્થળે જ મુત્યુ નીપજ્યું હતું. જ્યારે રમઝાનને ઇજાઓ પહોંચી હતી. આ ઘટના અંગે ફતેમભાઇ માલાણીએ માળીયા પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ગુનાની નોધ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,640SubscribersSubscribe

TRENDING NOW