HomeGujaratરશિયાના મોસ્કો ખાતે યોજાયેલી પાવર લીફ્ટીંગ ચેમ્પિયનશિપ સ્પર્ધામાં ભુજના પિતા-પુત્ર વિશ્વ વિજેતા...

રશિયાના મોસ્કો ખાતે યોજાયેલી પાવર લીફ્ટીંગ ચેમ્પિયનશિપ સ્પર્ધામાં ભુજના પિતા-પુત્ર વિશ્વ વિજેતા બન્યા

રશિયાના પાટનગર મોસ્કો ખાતે યોજાયેલી વિશ્વ પાવર લીફટીંગ ચેમ્પિયનશિપ સ્પર્ધામાં ભુજના પિતા પુત્ર, નીખીલ મહેશ્વરી અને વત્સલ મહેશ્વરી તેમના વય અને વજન ગ્રુપમાં વિશ્વ વિજેતા બન્યા છે. મોસ્કોના મધ્ય ભાગમાં આવેલા વિશાળ હોલમાં વર્લ્ડ રો પાવર લીફટીંગ ફેડરેશન આયોજિત આ સ્પર્ધામાં 20 વર્ષીય વત્સલ જે ભુજમાં ફીઝીઓ થેરાપીના ડિગ્રી અભ્યાસ ક્રમના બીજા વરસમાં અભ્યાસ કરે છે .તેને કુલે મળીને 540 કિલોગ્રામ વજન તેની 20 થી 23- વર્ષ વય અને 82,5 કિલોગ્રામ વજન માટેની જુનિયરો માટેની સ્પર્ધામાં વિશ્વવિજેતા જાહેર કરાયા હતા. વત્સલને ત્રણે વિભાગોમાં ગોલ્ડ મેળવ્યો હતો. જયારે 50 વર્ષીય નીખીલ જેમની સ્પર્ધા માસ્ટર-બે ની હતી, તેમાં 495 કિલોગ્રામ વજન ઊંચકી તેમના વર્ગમાં વિશ્વ વિજેતાનો ખિતાબ હાંસલ કર્યો હતો. કચ્છના ઈતિહાસમાં એકજ કુટુંબના પિતા પુત્ર કોઈ રમતમાં વિશ્વ વિજેતા બન્યા હોવાનો આ પહેલો પ્રસંગ છે.

આ પિતા-પુત્રની જોડીએ વિશ્વ કક્ષાએ મેડલ જીતીને કચ્છનું ગૌરવ વધાર્યું છે. આંતરરાષ્ટ્રિય સિદ્ધિ પુત્રએ 540 કિલોગ્રામ જ્યારે પિતાએ 495 કિલો વજન ઊંચક્યું હતું. રમતગમત ઇતિહાસમાં કચ્છનો અને એક પરિવારમાં વિશ્વ વિજેતા બનવાનો પહેલો પ્રસંગ બન્યો છે. દિવાળીના દિવસો એ તેમની પ્રેક્ટિસ ચાલુ રાખી હતી.

પોતાની જીત અંગે વત્સલે જણાવ્યું હતું કે, તેમની તૈયારી તો બહુ જ સઘન હતી. ખાસ કરીને છેલા ત્રણ માસમાં અને તે પણ એટલે સુધી કે દિવાળી અને નવા વર્ષના દિવસોએ તેમની પ્રેક્ટિસ ચાલુ રાખી હતી. અને તેમના માટે પોતાનું જીમ ચાલુ રાખવામાં આવ્યું હતું. જ્યારે તેમણે તગડા વિદેશી હરીફોને જોયા ત્યારે થોડા હચમચી ગયો હતો. કારણકે તેઓ શરીરે પાતળા રહ્યા છે. પણ તાલીમ અને ટેકનીક કારણે તેઓ વિશ્વ વિજેતા બન્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW