HomeGujaratમોરબી રાજકોટ હાઇવે પર બંધ સ્ટ્રીટ લાઈટ શરૂ કરવા માંગ

મોરબી રાજકોટ હાઇવે પર બંધ સ્ટ્રીટ લાઈટ શરૂ કરવા માંગ

મોરબી-રાજકોટ હાઇવે પર નવા બનેલ ત્રણ ઓવર બ્રિજ પર તેમજ શનાળા ગામ આસપાસ ટંકારા શહેર અને અપસાસ વિસ્તાર લાઈટ નાખેલી છે, પરંતુ આ લાઇટ લાંબા સમયથી બંધ હોય અનેક રજુઆત કરવા ચાલુ કરવામાં આવતી નથી. જેના કારણે અક્સ્માતનું જોખમ વધ્યું હોવાથી આ લાઈટો ચાલુ કરવા સામાજીક કાર્યકર હસમુખભાઈ ગઢવી દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે.

રાજકોટ-મોરબી સ્ટેટ હાઈવે ઉપર ઓવરબ્રીજ, અંડરપાસ બ્રીજ તેમજ ડીવાઈડર ઉપર લાઈટો નાંખેલી છે, પરંતુ લાઈટો ચાલુ કરવામાં આવેલ નથી. નગરપાલીકા કે ગ્રામ પંચાયત જે તે ઓથોરીટીને જાણ કરી લાઈટો ચાલુ કરાવવામાં આવે તેવી માંગ છે. આ રોડ ઉપર વારંવાર અકસ્માતો થાય છે. જો રાત્રે લાઈટો ચાલુ હોય તો પદયાત્રી કે ટુ વ્હીલર ચાલકનો બચાવ થઈ શકે તેમ છે. ભકિતનગર ઓવરબ્રીજ શનાળા તેમજ નવલખી રોડ ઉપર આવેલ રેલ્વે ઓવરબ્રીજ ઉપર નાંખેલ લાઈટો વહેલી તકે ચાલુ થાય તે માટે જે તે ઓથોરીટીને જાણ થાય તેમજ લાઈટો ચાલુ થાય તે માટે પગલાં લેવામાં આવે તેવી હસમુખ ગઢવી દ્વારા સીએમ રજૂઆતમાં માગણી કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW