મોરબીના વિશિપરા વિસ્તારમાં આવેલ કુલીનગરમાં રહેતા સાનિયાબેન અલાઉદ્દીનભાઇ શાહમદાર ઉ.21 નામના પરિણીતાએ ગઈકાલના રોજ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. વધુમાં પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકના બે વર્ષ પૂર્વે લગ્ન થયા હોવાનું અને સંતાનમાં એક દિકરો હોવાનું સામે આવ્યું છે. હાલમાં સીટી બી-ડિવિઝન પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

