મોરબીના કાલીકા પ્લોટ શેરી નં.3 માં રહેતો પ્રદિપસિંહ ચંદુભા રાઠોડ નામનો યુવાને આર્થીક ભીસથી કંટાળી ગઈકાલના રોજ પોતાના ઘરે રૂમમાં પંખા સાથે સાડી બાંધી ગળેફાંસો ખાઈ લેતા તેને પીએમ અર્થે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મરણ જાહેર કર્યો હતો. આ બનાવ અંગે મોરબી સીટી એ-ડીવીઝન પોલીસને જાણ થતા તેના મુત્યુ અંગે એડી નોધ કરી તપાસ હાથ ધરી છે.
હળવદમાં ગઈકાલના રોજ મહારાજની વાડી પાસે પસાર થતી રેલવે લાઈનમાં ટ્રેક ઉપર ટ્રેન હેઠળ કપાઈ જતા મૂળ છોટા ઉદેપુર જિલ્લાના વતની અને હાલમાં હળવદ ખાતે મેરાભાઈ ભરવાડની વાડીએ રહી ખેતમજૂરી કરતા દિનેશભાઇ રણછોડભાઈ નાયકનું મૃત્યુ નીપજયું હતું.આ ઘટના મામલે હળવદ પોલીસે તેના મૃત્યુ અંગે નોંધ કરી છે.

