HomeGujaratમોરબીના મહેન્દ્રનગર જિલ્લા પંચાયતના આદેશને તલાટી મંત્રી ગાંઠતા નથી ? ગેરકાયદે બાંધકામ...

મોરબીના મહેન્દ્રનગર જિલ્લા પંચાયતના આદેશને તલાટી મંત્રી ગાંઠતા નથી ? ગેરકાયદે બાંધકામ મુદે દિવાળી પૂર્વે આપેલ નોટીસનો હજુ જવાબ નહી

મોરબી શહેરના પ્રવેશ દ્વાર ગણાતા મહેન્દ્રનગર ગામમાં લાંબા સમયથી ગેર કાયદે બાંધકામ ચાલી રહ્યા છે આ મુદે સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા બાંધકામને નિયમ બાયપાસ કરીને મંજુરી આપવામાં આવતી હોવાની રાવ સાથે સ્થાનિક આગેવાન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને બાધકામ મંજુરી મુદે વિગત માગવામાં આવી હોવા છતાં તલાટી મંત્રી દ્વારા વિગત રજુ કરવામાં આવી ન હતી આ મુદે એપ્લેટ અધિકારી દ્વારા પણ વિગત પૂરી પાડવા સુચના આપી હતી આ ઉપરાંત જિલ્લા પંચાયતના પંચાયત શાખા દ્વારા દિવાળી પહેલા નોટીસ ફટકારી 10 દિવસમાં જવાબ આપવાઅને તે અંગે ખુલાસો માગવામાં આવ્યો હોવા છતાં તલાટી મંત્રી જાણે ઉપલી કચેરીને પણ ગાંઠતા ન હોય તેમ કોઈ જવાબ આવ્યો નથી ત્યારે તલાટી કમ મંત્રી પર શું કોઈ રાજકીય આગેવાનના ચાર હાથ છે કે તે ઉપરી અધિકારી ને ગાંઠતા નથી તે પ્રશ્ન છે

રવાપર ગ્રામ પંચાયતના સરપંચને પણ પંચાયત ધારા હેઠળ ૫૭ (૧) હેઠળ જે તે સમયે નોટીસ ફટકારવામાં આવી હતી જોકે ગ્રામ પંચાયત સરપંચને અપાયેલ નોટીસની તા 14 ના રોજ મુદત છે આ દરમિયાન તેનો શું જવાબ આવે છે તે પણ સવાલ છે જોકે બન્ને સ્થળ પર જવાબ નહી મળેતો ફરી એકવાર નોટીસ ફટકારવામાં આવી શકે છે

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,690SubscribersSubscribe

TRENDING NOW