મોરબી તાલુકાના જસમત ગઢ ગામમાં રહેતા અને ખેતીકામ કરતાં રણછોડ ભાઈ ભાણાભાઈ પાચિયા નામના ખેડૂત ખેતી કામમાં ઉપયોગમાં લેતા તેના જીજે 36AF 9913 નંબરનું ટ્રેકટર લઇ ગત તા 8 ના રોજ સવારે વાડીએ નીરણ ભરવા ગયા હતા જોકે સાંજે પરત ફરતા સમયે ટ્રેકટરની હેડ લાઈટ બંધ હોવાથી રિપેર કરવા પાવડિયારી કેનાલ પાસે આવેલ ગેરેજ ગયા હતા જોકે સાંજે ગેરેજ બંધ થઈ ગયું હોવાથી રણછોડ ભાઈ ટ્રેકટર પાસે આવેલી મેલડી હોટેલ પાસે મૂકીને ગયા હતા જોકે બીજા દિવસે સવારે તેઓ ત્યાં પરત ફર્યા તો ટ્રેકટર ત્યાંથી ગાયબ થઈ ગયું હતું આસપાસ દુકાનોમાં તપાસ કરવા છતાં કોઈ પત્તો મળ્યો ન હતો જેથી તકે તેઓએ ઓનલાઇન ફરિયાદ કરી હતી જે બાદ આજે તેઓએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને તેના આધારે પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


