HomeGujarat181 મહિલા હેલ્પ લાઇન ટીમ અને ફાયર બ્રિગેડ દ્વારા પીડિત મહિલાને નદીમાંથી...

181 મહિલા હેલ્પ લાઇન ટીમ અને ફાયર બ્રિગેડ દ્વારા પીડિત મહિલાને નદીમાંથી બહાર સુરક્ષિત લવાયા

એક વ્યક્તિએ જણાવ્યું કે, એક બહેન સવારના મચ્છુ નદીની વચોવચ બેઠેલા છે. જેથી બહેનની મદદ માટે 181 પર કોલ કરી ને મદદ માગેલ હતી. જે બાદ કોલ આવતાની સાથે 181 ટીમ, કાઉન્સિલર બીના ગોહિલ, હેડ કોન્સ્ટેબલ દક્ષા બેન, પાયલોટ જીગર ભાઈ, બહેનની મદદ માટે રવાના થયેલ, જેમાં સ્થળ પર પહોંચી ત્રાહિત વ્યક્તિ સાથે ચર્ચા કરતા જાણવા મળેલ કે, બહેન સવારના મચ્છુ નદી ની વચ્ચે બેઠા છે.

જેમાં આવવા જવાનો રસ્તો નથી. બહેન પાસે જવા માટે પાણી ની અંદર થી જવું પડશે ત્યારબાદ આસપાસ લોકો સાથે ચર્ચા કરતા જાણવા મળ્યું કે આ બહેન કાલે પણ અહીંયા જ હતા,જેથી 181 ટીમ એ કઈ બાજુ થી બહેન ની મદદે પહોંચી શકાય એ માટે રસ્તો શોધવા નો પ્રયત્ન કરેલ. બહેનની મદદ માટે મોરબી ફાયર બ્રિગેડ ટીમને જાણ કરેલ ,એ ડિવિઝન પોલીસ સ્ટેશન પર જાણ કરેલ ,બી ડિવિઝન પોલીસ સ્ટેશન પર જાણ કરેલ, જેમાં ઇલેક્ટ્રિક સ્મશાન પાસેથી બહેન સરખા જોવા મળતા હોવાથી ત્યાં ગયેલ અને બહેન સાથે વાત કરવા નો પ્રયત્ન કરેલ જેમાં બહેન એ ઈશારો તેમના પગ સામે કરેલ જેથી જાણવા મળેલ બહેન સરખા ચાલી સકે તેમ નથી. જેમાં બહેનની મદદ માટે રસ્તો મળેલ હોવાથી 181 ટીમ તથા ફાયર બ્રિગેડ ટીમ બહેનની મદદ માટે ઘૂંટણ સુધી પાણી માં મોડી સાંજે અંધારામા બહેન પાસે પહોંચી ને બહેન નું કાઉન્સિલગ કરી તેમની સમસ્યા જાણવા નો પ્રયત્ન કરેલ જેમાં મહિલા બે દિવસથી બેઠેલ હોય અને બહેનની ઉંમર અંદાજિત 55 વર્ષ હોય તેમજ મહિલાએ જણાવેલ તેમણે બે દિવસથી કઈ ખાધું પીધું નથી, હાલ તેમણે જીવવાની ઈચ્છા નથી શું કરવું એ સમજાતું ન હોવાથી બે દિવસ થયા નદી ની વચ્ચે બેઠા છે.

ખાધા પીધા વગર ના શારીરિક અને માનસિક અસ્વસ્થ જણાતા ફાયર બ્રિગેડ ટીમ ની મદદથી બહેનને સ્ટ્રેચરમા સુવડાવી ઘૂંટણ સુધી પાણી માં થી સુરક્ષિત રીતે સામે કાઠે લઈ ગયેલ બહેન અશક્ત જણાતા બહેન ને સારવાર મળી રહે તે માટે બહેનની મદદ માટે 108 ઇમરજન્સી સારવાર પર કોલ કરેલ અને બહેન ને સારવાર અર્થે 108 મા બેસાડેલા અને બહેન ના દીકરા નો સંપર્ક કરી બહેન ના દીકરા ને બનાવની જાણ કરી અને ચર્ચા દરમ્યાન મહિલાના દીકરાએ જણાવેલ કે તેઓના માતા થોડા માનસિક અસ્વસ્થ હોવાથી અવર નવર ઘરેથી કોઈને જાણ કર્યા વગર નીકળી જાય છે ત્યારબાદ તેમના દીકરાને મોરબી સિવિલ હોસ્પિટલ એ પહોંચવા સૂચન કરેલ, આમ 181 ટીમ એન્ડ મોરબી ફાયર બ્રિગેડ ટીમ એ બહેન ને સુરક્ષિત રીતે રેસ્ક્યું કર્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW