HomeGujaratમોરબીમાં વધુ એક હત્યા, ભાઈ બીજના દિવસે દંપતિ વચ્ચે ઝઘડો થતાં પતિએ...

મોરબીમાં વધુ એક હત્યા, ભાઈ બીજના દિવસે દંપતિ વચ્ચે ઝઘડો થતાં પતિએ પત્નીને છરી મારી કરી હત્યા

મોરબી જિલ્લામાં હત્યાનો સિલસિલો.અટકવાનું નામ લઇ રહ્યો નથી હજુ ત્રણ ચાર દિવસ પહેલા જ એક દંપતિ વચ્ચે ફટકાડા લેવા જેવી બાબતમાં ઝઘડો થતા પતિએ ધોકો મારી પત્નીની પતાવી દીધી હતી હજુ આ ઘટનામાં આરોપીને ઝડપી જેલ હવાલે કર્યાને વધુ સમય નથી થયો ત્યાં ફરી એકવાર પતિએ પત્નીને છરી ઝીંકી હત્યા કરી હોવાની ઘટના સામે આવતા પતિ પત્નીના સંબંધ પર કાળી ટીલી લાગી ગઈ હતી.

મળતી માહિતી મુજબ મોરબીના સિરામિક ઝોન વિસ્તાર એવા મોરબી પીપળી જેતપર રોડ પર આવેલ મુરાનો ટાઇલ્સ ફેકટરીમાં આજે સાંજના સમયે લેબર કવાટર્સમાં રહેતા કનૈયાલાલ માલવીયા અને તેમના પત્નિ ઘાપુબેન વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થયો હતો દંપતિ વચ્ચે થયેલો ઝઘડો એટલો ઉગ્ર બની ગયો હતો કે ગુસ્સામાં આવી પતિ કનૈયાલાલએ પત્ની ધપુબેનને છરીના ધા ઝીકી હત્યા કરી નાખી હતી.

ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ તેમજ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા અને લોહીથી લથબથ હાલતમાં પડેલા મહિલાના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.બનાવ અંગે તાલુકા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હતી. પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી શા માટે પત્નીની હત્યા કરી તે અંગેનું કારણ જાણવા તજવીજ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW