HomeGujaratમોરબીમાં યંગ ઇન્ડિયા ગૃપે દિવાળી નિમિત્તે 3000 જરૂિયાતમંદોને બાળકોને ભોજન કરાવી ફટાકડા...

મોરબીમાં યંગ ઇન્ડિયા ગૃપે દિવાળી નિમિત્તે 3000 જરૂિયાતમંદોને બાળકોને ભોજન કરાવી ફટાકડા વિતરણ

મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા અલગ અલગ વિસ્તારમાં રહેતા જરૂરિયાતમંદ નાના બાળકોને આજે દિવાળીના તહેવારમાં આશરે 3000 જેટલા બાળકોને વિવિધ ફટાકડાની કીટ તથા સ્વાદિષ્ટ હલવા અને ગુલાબ જાંબુ સાથે ભોજન જમાડીને વિતરણ કરીને દિવાળીની ઉજવણી કરી હતી. મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ખાસ કરીને અનેક અભાવો વચ્ચે જીવતા સામાન્ય પરિવારના બાળકો સાથે દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગરીબ બાળકોને ફટાકડાની કીટ આપી સ્વાદિષ્ટ મીઠાઈ સાથેનું ભોજન કરાવીને દિવાળી પર્વની ઉજવણી કરી હતી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી આપવાના આનદ અભિયાન હેઠળ દરેક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે જેમાં આપવાનો આંનદ એટલે જે લોકો જીવનના અનેક અભાવોથી વંચિત હોય એમની સાથે પરિવાર જેવી આત્મીયતા કેળવીને તહેવારોની સાચા અર્થમાં ખુશી આપવી . આવી રીતે યંગ ઇન્ડિયા ગ્રુપ દરેક તહેવારોની સર્વધર્મ સમભાવની જેમ ઉજવણી કરીને અભાવોથી વંચિત લોકોની જિંદગીમાં ઉમગનો રંગ ભરી દે છે. ત્યારે આજે તેજોમય પ્રકાશ પર્વ દિવાળીની આવી રીતે પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી.દિવા યંગ ઇન્ડિયા ગ્રુપના સંસ્થાપક દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા દિલના દીવાઓ પ્રજલિત કરી “આનંદ ના અજવાળા” કરવાનો અવસર..આ અંગે તેમના શબ્દોમાં જોઈએ તો તેઓ કહે છે કે, તમને ખબર છે કે તમે જેવી જિંદગી જીવો છો એવી જિંદગી સમગ્ર વિશ્વમાં માત્ર દસ ટકાના નસીબમાં જ લખાયેલી છે, બાકીના નેવુ ટકા લોકો તમે જેવી જિંદગી જીવો છો એવી જિંદગી જીવવાનું સપનું જોતા હોય છે. ત્યારે દિલમાં માનવતા, ઉદારતા અને પ્રામાણિકતાનો દીવડો ઝગમગતો રાખીએ તો સમગ્ર વિશ્વમાં આપોઆપ ઉજાસ ફેલાશે.આવનાર નવા વર્ષમાં પણ આવા સમાજ ઉપયોગી કામ કરવાની નેમ કરી જીંદગીને શ્રેષ્ઠ રીતે જીવી લેવાની એક નાનકડી કોશિશ કરી હોવાનું અંતમાં દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,690SubscribersSubscribe

TRENDING NOW