HomeGujaratદિવાળી પર્વ દરમિયાન વાહન અકસ્માતની ઘટનામાં થાય છે 133 ટકા સુધી નો...

દિવાળી પર્વ દરમિયાન વાહન અકસ્માતની ઘટનામાં થાય છે 133 ટકા સુધી નો વધારો

ઘણા સમયથી જેની રાહ જોવાઇ રહી હતી તે દિવાળી પર્વ શરૂ થઈ ગયો છે તેમાં પણ દિવાળીની ઉત્સાહ પૂર્વક ઉજવણી કર્યા બાદ બેસતા વર્ષના દિવસે લોકો સગા સબંધીના ઘરે જતા હોય છે તેમજ લાભ પાંચમ સુધી વેપાર ધંધા બંધ રહેતા હોવાથી લોકો હરવા ફરવા બહાર નીકળી પડતાં હોય છે અને આં હરવા ફરવાના સમયમાં વાહન અકસ્માતની ઘટનામાં જબ્બરો ઉછાળો આવતો હોય છે ત્યારે મોરબી જિલ્લામાં પણ છેલ્લા કેટલાક વર્ષો દરમીયાન આવી ઘટનામાં સતત વધારો જોવા મળતો હોય છે આવી આકસ્મીક ઘટનામાં જો ઝડપી સારવાર મળી રહે તો ભોગ બનનારનો જીવ બચાવી શકાય અને આં ઉદ્દેશથી મોરબી108ની ટીમ દિવાળી પર્વમાં સજ્જ થઈ ચૂકી છે.દિવાળી પર્વથી લઇ લાભ પાંચમ દરમિયાન સંજોગો વસાત આવી દુર્ઘટના બને તો લોકોનો જીવ બચાવી શકાય તે માટે આયોજન કરાયું છે. મોરબી૧૦૮ની ૧૧ એમ્બ્યુલન્સ ૫૦ સ્ટાફ ફરજ બજાવશે રાઉન્ડ ધી કલોક ફરજ બજાવશેવાહન અકસ્માત હોય કે અન્ય આકસ્મિક ઘટનામાં ઝડપ થી ઇજામાં તાત્કાલિક સારવાર મળી રહે તે માટે કાર્યરત ૧૦૮ ની સેવા તહેવાર દરમિયાન વધુ જરૂરિયાત ઊભી થતી હોય છે. મોરબી ૧૦૮ ના EME દિનેશ જલું ના જણાવ્યા મુજબ દિવાળીથી ભાઈ બીજના દિવસ દરમિયાન આકસ્મીક ઘટનામાં વધારો થતો હોય છે.જેમાં સૌથી વધુ વાહન અક્સ્માત બેસતા વર્ષના દિવસે વધુ થતી હોય છે. દિવાળીના દિવસોમાં 65 ટકા ,આં બેસતા વર્ષના દિવસે 133 ટકા જ્યારે ભાઈ બીજના દિવસે 49 ટકા જેટલી વાહન અકસ્માતની ઘટના બનતી હોય છે.જેટલું થતું હોય છે આં ઉપરાંત આં દિવસો દરમિયાન આવતા ઇમરજન્સી કેસની વાત કરીએ તો દિવાળીના દિવસે4 ટકા, બેસતા વર્ષના દિવસે 27.5 ટકા તેમજ ભાઈ બીજના દિવસે 11ટકા જેટલા કોલ વધતા હોય છે આં દિવસો દરમિયાન લોકોને તાત્કાલિક સારવાર માટે 108ની ટીમે શક્ય તેટલી ઝડપથી સ્થળ પર પહોંચી શકાય તે માટે આયોજન કરાયું છે.

વાહન અકસ્માત થી બચવા આટલી કાળજી રાખો

-હાઇવે પર ટુ વ્હીલર ચલાવતી વખતે ડ્રાઈવર સીટ અને પાછળ બેઠેલા બન્ને વ્યકિત હેલ્મેટ પહેરી ને નીકળવું,-વ્હિકલ ઓવર સ્પીડ ન ચલાવી, કાર -બાઇકમાં ક્ષમતા કરતા વધુ લોકો ન બેસાડવા -સામાન્ય રીતે સૌથી વધુ ભારે વાહન અક્સ્માત ઓવર ટેક કરતી અથવા ચાર રસ્તા ક્રોસ કરતી વખતે થવાની સંભાવના હોય છે જેથી આવા સમયે સાવધાની પૂર્વક વાહન ચલાવવું ભારે વાહન ઓવર ટેક કરતા પહેલા સાવધાની રાખવી , -ફોર વ્હીલ ચલાવતી વખતે આગળ બેઠેલા બન્ને વ્યક્તિ સીટ બેલ્ટ બાંધવાનો આગ્રહ રાખવો શક્ય હોય તો રાત્રિનું ડ્રાઈવિંગ અથવા ઉજાગરા થાય તો ડ્રાઈવિંગ ટાળવું

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW