મોરબી તાલુકાના ખાનપર ગામમાં ગઈ કાલે વાહન પાર્ક કરવા જેવી બાબતમાં ત્રણ શખ્સો વચ્ચે બોલાચાલી થઈ હતી જે બાદ ઝઘડો ઉગ્ર બનતા એક બીજા પર ધોકા પાઇપ અને જેવા હથિયાર થી એક બીજા પર હુમલો કર્યો હતો. જે બાદ બન્ને પક્ષના લોકો દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ આધારે પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની મળતી માહિતી મુજબ મોરબીના યદુ નંદન પાર્કમાં રહેતા ઇન્દ્રસિંહ ગજેન્દ્રસિંહ જાડેજા નામનો યુવાનને દેવન્દ્ર સિંહ ઉર્ફે અશોક સિંહ જાડેજા નામના શખ્સ સાથે ગાડી સાઈડમા લેવા બાબતે બોલાચાલી કરી હતી અને ઉશ્કેરાઈ આરોપીએ ધાતુની મુઠ વડે માથામાં કપાડના ભાગે મારી ગાળો આપી ઢીકા પાટુ મારી માથામાં કપાડના ભાગે ટાકા જેવી ઈજા પહોંચાડી હતી જે અંગે ઇન્દ્રજીતે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી સામે પક્ષે દેવેન્દ્રસિંહ ઉર્ફે અશોક સિંહ જાડેજાએ ઇન્દ્રજીત સિંહ ગજેન્દ્ર સિંહ જાડેજા અને ગજેન્દ્રસિંહ બળવત સિંહ જાડેજા સામે લાકડીના ધોકા વડે હુમલો કરી ઢીકા પાટુ મારી માથામાં ટાકા જેવી ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાવી હતી
બનાવ અંગે તાલુકા પોલીસે સામ સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હતી

