મોરબીના માટેલમાં એક 35 વર્ષના યુવકને ત્રણેક દિવસ પહેલા કુતરુ કરડ્યું હતું અને સારવાર લીધી નહોતી. જેથી આ યુવકને હડકવાની અસર શરૂ થઇ હતી. જે બાદ ગત સાંજે તેને બે વ્યક્તિને બચકા ભરી લીધા હતા. બાદમાં યુવકને હાથ- પગ બાંધીને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યો છે. જ્યાં હાલ તેમની સારવાર કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.

