ચાલુ વર્ષે રાજ્યમાં ઓગસ્ટમાં થયેલા અતિભારે વરસાદને 20થી વધુ જિલ્લામાં ચોમાસુ પાકને નુકશાન થયું આટલું ઓછું હોય તેમ છેલ્લા 10 દિવસ દરમિયાન પાછોતરા વરસાદે વધેલા ઘટેલા પાકને પણ નિષ્ફળ બનાવી દેતા ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ બની ગઈ હતી રાજ્યભરમાંથી ખેડૂતો દ્વારા તાત્કાલિક સહાય ચુકવણી કરવામાં આવે તેવી માંગણી કરી રહ્યા હતા ત્યારે આજે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને દિવાળી પહેલા સહાયની જાહેરાત કરી દિવાળી સુધારવા પ્રયાસ કર્યો છે.

રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલ અને રાઘવજી પટેલે ચોમાસું પાકને થયેલા નુકસાન માટે 1419 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુબ રાજ્યના 20 જેટલા જિલ્લામાં અતિ વૃષ્ટિ તેમજ પાછોતરા વરસાદથી નુકશાન થયા હોવાનું જણાવ્યું હતું અને તેના ભાગરૂપે 7 લાખથી પણ વધુ ખેડૂતોને તેનો લાભ મળશે રાજ્ય સરકાર 20 જિલ્લાના 136 તાલુકાના 68 12 ગામને આવરી લેવાયા છે જે મુજબ અંદાજીત 8.5 લાખ હેક્ટર જમીનના ખેડૂતોને સહાય ચૂકવશે રાજ્ય સરકારના મંત્રીની જાહેરાત મુજબ એસ ડી આર એફના નિયમ ઉપરાંત વધારાની રકમ સહાય રૂપે ચુકવણી કરાશે
રાજ્યના પંચમહાલ, નવસારી, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી સુરેન્દ્રનગર, આણંદ,કચ્છ, રાજકોટ,વડોદરા,તાપી દાહોદ, ખેડા, ડાંગ છોટા ઉદેપુર, જુનાગઢ સહિતના 20 જિલ્લાના 8.83 લાખ હેક્ટરમા નુકસાન થયા હોવાનું સર્વેમાં સામે આવ્યું હતું જેથી એક ખેડૂત ખાતેદારને ૩૩ ટકાના નુકસાનના કિસ્સામા બે હેક્ટરની મર્યાદામા સહાય મળવાપાત્ર છે. આ માટે આગામી દિવસમાં ખેડૂતો પોર્ટલ ઉપર ૭/૧૨ અને બેંક ડિટેલ્સ સાથે ઓનલાઈન અરજી કર્યેથી સહાયનો લાભ મળશે.

