મોરબીના વાવડી રોડ પાસે આવેલ લાભ સોસાયટીમાં બાતમીના આધારે પોલીસે રેડ મારતા ત્યાં જુગાર રમતા જયંતીલાલ સવજીભાઇ કાવઠીયા, જગદીશભાઇ અણદાભાઇ આલ, હુશેનભાઇ ગફારભાઇ માલાણી અને ગુલજલ ઉર્ફે ગુલો સુમારભાઇ જેડા નામના ચાર શખ્સોને ઝડપી લીધા હતા. તે શખ્સો પાસેથી કુલ રૂ.- 11,200નો મળેલ મુદામાલ પોલીસે જપ્ત કર્યો હતો. મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે તે શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનાની નોધ કરી છે.

