HomeGujaratમાળિયાના મોટા દહીસરામાં મારામારી અને હત્યાની ઘટનામાં વળતી ફરિયાદ નોધાઇ

માળિયાના મોટા દહીસરામાં મારામારી અને હત્યાની ઘટનામાં વળતી ફરિયાદ નોધાઇ

માળિયા તાલુકાના મોટા દહીંસરા ગામમાં આવેલા વિવેકાનંદનગરમાં ઘરમાંથી પાણી શેરીમાં કાઢવાજેવી બાબતમાં બે પાડોશીઓ વચ્ચે ઝઘડો થતા એક બીજા પર ધોકા પાઈપ વડે હુમલો કરાયો હતો આ ઘટનામાં ચંદુભાઈ છગનભાઈ મકવાણાને ગંભીર ઈજા પહોચતા તેનું મોત થયુ હતું તો તેમના સસરા મહાદેવભાઈ રાઠોડને ઈજા પહોચી હતી શુક્રવારે ચાર આરોપીઓ સામે ફરિયાદ નોધાયા બાદ ગઈકાલે સામે પક્ષે અરૂણભાઇ અવચરભાઇ ઇન્દરીયાએ પણ માળિયા મિયાણા પોલીસ મથકમાં મૃતક ચંદુભાઈ મકવાણા તેમજ તેના સસરા મહાદેવભાઈ રાઠોડ સામે ધોકા વડે હુમલો કરી અરુણ ભાઈના ભાઈ સુરેશભાઈને માથામાં ધોકા મારી ગંભીર ઈજા પહોચાડી હોવા તેમજ અરુણભાઈને હાથના ભાગે ઈજા પહોચાડી હોવાની વળતી ફરિયાદ નોધાવી હતી આ ફરિયાદ આધારે પોલીસે ગુન્હી નોધી તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW