HomeGujaratમોરબીમાં 108ની ટીમે અકસ્માતના ઈજાગ્રસ્તને સારવાર આપી જીવ બચાવ્યો,એક લાખ રોકડ મોબાઈલ...

મોરબીમાં 108ની ટીમે અકસ્માતના ઈજાગ્રસ્તને સારવાર આપી જીવ બચાવ્યો,એક લાખ રોકડ મોબાઈલ પરત આપી પ્રમાણિકતા દાખવી

મોરબી હળવદ હાઇવે પર ગઈ કાલે વ્હેલી સવારે જીજે36R3272 નંબરની કાર લઇ રાતેભેર તરફ જઈ રહેલી કાર ઉચી માંડલ પાસે બેકાબૂ બની પલ્ટી ખાઈ ગઈ હતી કારમાં ધર્મેશભાઈ ધીરુભાઈ ચૌહાણ, વિપુલ મેઘવભાઈ , આકાશ દલજીભાઈ અને ભૌતિક ભાઈ શાંતિલાલ નામના ચાર યુવાન સવાર હતા જેમને ગંભીર ઈજા પહોંચતા હાજર લોકોએ108 ને જાણ કરતા મોરબીના મહેન્દ્રનગર લોકેશનના પાઇલોટ હનીફભાઇ દલવાણી , ઇએમટી અરવિંદ સ્થળ પર પહોંચ્યા હતા ઇજાગ્રસ્ત યુવકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

જોકે કારમાં વધુ લોકો ઇજાગ્રસ્ત હોવાથી અન્ય એક એમ્બ્યુલન્સની મદદ લેવામાં આવતા લાલબાગ લોકેશનના પાઇલોટ જયેશભાઇ અને ઇએમટી દિલીપભાઈ એમ્બ્યુલન્સ સાથે પહોંચી બે ઇજાગ્રસ્ત દર્દીને ઇમરજન્સી સારવાર આપી હોસ્પિટલ ખસેડ્યા હતા આં દરમિયાન દિલીપ ભાઈ જે વાહનમાં દર્દીને લાવ્યા હતા તે દર્દી ના પાકીટ માં રું1,05,900રોકડ અને એક મોબાઇલ મળી આવ્યો હતો જોકે તેદર્દી તે અંગે અજાણ હોવાથી પાઇલોટ જયેશભાઇ દ્વારા દરદીના સગાને રોકડ રકમ અને મોબાઈલ પરત સોંપ્યા હતા. 108 ની ટીમ દ્વારા ઇજાગ્રસ્ત દર્દીને તાત્કાલિક સારવાર આપી ચાર માંથી ત્રણ દર્દીનો જીવ બચાવી ફરજ પૂર્ણ કરી હતી તો રોકડ રકમને મોબાઈલ પરત કરી પ્રમાણિકતા નું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW