HomeGujaratમોરબીમાં વ્યાજખોરોનું વ્યાજ ભરવા છતાં યુવકને જાનથી મારી નાખવાની ધમકી

મોરબીમાં વ્યાજખોરોનું વ્યાજ ભરવા છતાં યુવકને જાનથી મારી નાખવાની ધમકી

મોરબીના સ્કાયમોલ સામે સોમનાથ એપાર્ટમેન્ટમાં રહેતા હર્ષભાઇ જગદીશભાઇ ફેફરએ બે વ્યાજખોરો વિરુદ્ધ મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા જાહેર કર્યું હતું કે, ધંધામાં રૂપિયાની જરૂર હોય તે માટે તેના મિત્ર રાજનભાઈ ભરતભાઈ કાતડ સાથે વાતચીત કરતા તેને ભરત ઉર્ફે બીકે કાળુભાઈ ગોગરા પાસેથી પૈસા લેવાનું કહ્યું હતું, જે બાદ હર્ષભાઇ આરોપી ભરત ઉર્ફે બીકે કાળુભાઈ ગોગરા રહે. બોરીચાવાસ વાળા પાસેથી વ્યાજે પૈસા લેતા ભરતભાઈએ તેનું એડવાન્સ કાપી વ્યાજે રૂપિયા આપેલ હતા. જે બાદ હર્ષભાઈએ અલગ-અલગ સમયે વ્યાજ સહિત પૈસા પરત આપી દેવા છતાં આરોપી ભરત ઉર્ફે બી.કે અને આરોપી રાજન ભરતભાઇ કાતડ નામના શખ્સોએ ભક્તિનગર સર્કલ પાસે હર્ષને રોકી નાણાંની ઉઘરાણી કરી, છરી બતાવી જાનથી મારી નાખવા ધમકી આપતા પોલીસે બન્ને વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW